રુસી સુંદરી મારિયા શારાપોવાએ પ્રતિબંધ સમાપ્ત થયા બાદ પહેલું ડબલ્યુટીએ ટાઈટલ જીત્યું છે. શારાપોવાએ તિઆનજિન ઓપનના ફાઈનલમાં અરેના સાબાલેંકાને માત આપીને ટાઈટલવાળી જીત હાંસલ કરી શારાપોવાને પોતાનું છેલ્લું ટાઈટલ 2015માં જીત્યો હતો. 30 વર્ષની મારિયા શારાપોવાએ મહિલા એકલ વર્ગના ફાઈનલમાં બેલારૂષની 19 વર્ષીય અરાયના સાબાલેંકાને 7-5, 7-6 (10-8)થી માત આપીને તિઆનજિન ઓપન પર કબ્જો કરી લીધો.
શારાપોવાને આ વર્ષે ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટમાં વાઈલ્ડ કાર્ડ પ્રવેશ આપવાનો ઈનકાર કરી દીધો હતો. શારાપોવાએ 15 મહિનાના પ્રતિબંધની સજા પૂરી કરી એપ્રિલમાં ટેનિસ કોર્ટમાં વાપસી કરી હતી અને આ વાપસી બાદ તિઆનજિન ઓપનના સ્વરૂપે પોતાનું પહેલું ટાઈટલ જીત્યું. તેમણે ચીનમાં આયોજિત તિઆનજિન ઓપનમાં વાઈલ્ડ કાર્ડથી પ્રવેશ કર્યો હતો.