કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન (સીજીઍફ)ઍ ગુરૂવારે બર્મિંઘમમાં રમાનારી કોમનવેલ્થ ગેમ્સ 2022માંથી શૂટિંગ સ્પર્ધાને હટાવી દેવાનો કરાયેલો નિર્ણય ભારત માટે મોટા ફટકા સમાન રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં યોજાયેલી 2018ની કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે કુલ 66 મેડલ જીત્યા હતા. જેમાંથી 16 શૂટીંગમાં જીત્યા હતા.
કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશને કરેલા આ નિર્ણયથી નિરાશ ભારતીય ઓલિમ્પિક્સ ઍસોસિઍશન (આઇઓઍ) શુક્રવારે કહ્યું હતું કે તેઓ કોઇ પણ પગલુંં ભરતા અચકાશે નહીં અને તેમાં ટૂર્નામેન્ટમાંથી હટી જવા સહિતના પગલાં સામેલ છે. સીજીઍફે શૂટીંગને બહાર કાઢીને તેના સ્થાને ત્રણ નવી રમતને સામેલ કરવાની ભલામણ કરી હતી. સીજીઍફે જો કે આ ગેમ્સના 2022ના યજમાન દેશ ઇંગ્લેન્ડ પર ઍ છોડ્યું છે કે તે શૂટીંગના ભાગ્ય અંગે નિર્ણય કરે. આઇઓઍ
દ્વારા કહેવાયું હતું કે આ ગેમ્સમાં ભાગ નહી લેવાની સંભાવના નકારી શકાતી નથી. આઇઓઍના મહામંત્રી રાજીવ મહેતાઍ કહ્યું હતું કે ભારતમાં શૂટીંગ ઍ મોટી રમત છે અને ઘણાં શૂટર માટે ઓલિમ્પિક્સ માટે કોમનવેલ્થ ગેમ્સ મહત્વની છે. આ નિર્ણય શૂટીંગ અને ભારતીય રમત માટે મોટો ફટકો છે. અમે સીજીઍફને જણાવ્યું હતું અને સરકારે પણ ઍમ જ કર્યુ હતુ છતાં શૂટીંગ સ્પર્ધાને બહાર કાઢી નખાઇ.