વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને અમેરિકી વિદેશ પ્રધાન રેક્સ ટિલરસને સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધી હતી
જેમાં
સુષ્મા સ્વરાજે કહ્યું કે, “આજે ભારત – અમેરિકા વચ્ચે વિચાર વિમર્ષ દરમિયાન સંયોગ વધારવા અંગે વાતચીત થઈ હતી.”
વિદેશ મંત્રીએ વધુમાં કહ્યું કે, “ટિલરસનની સાથે વિચાર કરવામાં આવ્યો કે કોઈ દેશ આતંકવાદને શરણ ન આપી શકે અને જો એવું થાય તો તેને તાત્કાલિક જવાબદાર ગણાવવામાં આવે.”
સુષ્મા સ્વરાજે કહ્યું કે, “આતંકવાદ વિરૂદ્ધની ટ્રમ્પની પોલિસી ત્યારે જ શક્ય બનશે જ્યારે પાકિસ્તાન આતંકવાદી જૂથ વિરૂદ્ધ પગલાંઓ ભરશે. ઐસીયાઈ દેશોમાં થયેલા હુમલાઓ દર્શાવે છે કે આતંકવાદને કેટલી સુરક્ષિત જગ્યા અને સમર્થન મળી રહ્યું છે. પાકિસ્તાને આતંકવાદ વિરૂદ્ધ પગલાંઓ લેવા જોઈએ .”
વિશેષમાં
સુષ્મ સ્વરાજે કહ્યું કે, “ભારત-અમેરિકા વચ્ચે ઈન્ડો પેસિફિક ક્ષેત્રને સ્વતંત્ર અને ઉન્નત બનાવવા અંગે વાત થઈ. તેમજ બંને દેશ વચ્ચે રક્ષા ઉદ્યોગ પર પણ સહયોગ સાધવાની સહમતી સાધવામાં આવી છે.”