દેશની સ્ટાર દોડવીર દુતી ચંદ હાલમાં પોતાની હોમોસેક્સ્યુઆલિટીને કારણે ચર્ચામાં છે. દુતીઍ હાલમાં જ પોતે સમલૈîગિક હોવાનો ખુલાસો કર્યો હતો અને તેના કારણે ભારતીય રમતજગતમાં હલચલ મચી હતી. હવે દુતીઍ ઍવો ઘટસ્ફોટ કર્યો છે કે તેની મોટી બહેન તેને બ્લેકમેલ કરતી હોવાને કારણે તેણે આ ખુલાસો કરવો પડ્યો છે. તેણે કહ્યું હતું કે તેની બહેન આ રિલેશનશિપ મામલે તેને બ્લેકમેલ કરીને રૂ. 25 લાખ માગતી હતી.
દુતીઍ મંગળવારે મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે મારા ગામની ઍક છોકરી સાથે હું છેલ્લા ત્રણ વર્ષથી રિલેશનમાં છુ અને મારી બહેન સરસ્વતી મને સતત ધમકી આપતી હતી કે તે તમામને મારા રિલેશનશિપ અંગે જણાવી દેશે, તેણે માગેલા પૈસા ન આપ્યા તો તેણે ધમકી વધારી દીધી હતી. દુતીઍ કહ્યું હતું કે સરસ્વતી ઍવી ધમકી આપતી હતી કે હું મીડિયાને આ બધુ જણાવી દઇશ તો તું તારી રમત પર ફોકસ નહીં કરી શકે.
સમલૈગિંક હોવાનું સ્વીકારનાર દુતી ચંદ પર ઍલેન ડીજેનેરેસને ગર્વ
સમલૈîગિકતાની સૌથી મોટી સમર્થક પ્રસિદ્ધ ટીવી હોસ્ટ ઍલેન ડીજેનેરેસે કહ્યું હતું કે ભારતીય ઍથ્લેટ દુતી ચંદે પોતે સમલૈગિંક હોવાનું સ્વીકાર્યુ તેના માટે મને તેના પર ગર્વ છે. ઍલેને દુતીની પ્રશંસામાં ઍવું ટ્વિટ કર્યુ હતું કે તે 100 મીટરમાં રેકોર્ડ હોલ્ડર હોવાની સાથે જ સમલૈગિંકતા સ્વીકારનાર ભારતની પ્રથમ ખેલાડી છે. મને લાગે છે કે તે ઍ વાત જાણતી હશે કે વિશ્વમાં પહેલા કે બીજા સ્થાને રહેવાનો શું મતલબ હોય છે. મને તેના પર ગર્વ છે.