એપલનાં સહ સંસ્થાપક સ્ટીવ જોબ્સની સાઈન વાળી ફ્લોપી ડિસ્કને ગયા સપ્તાહે હરાજી માટે રાખવામાં આવી હતી. હરાજીનું આયોજન કરી રહેલાં ઓક્શન હાઉસે તેની કિંમત 7,500 ડોલર (લગભગ 5.4 લાખ રૂપિયા) રાખી હતી. પરંતુ તે તેની નક્કી કરેલી રકમ કરતાં ઘણી ઉંચી કિંમતે નિલામ થઈ હતી. રિપોર્ટ મુજબ, આ ફ્લોપી ડિસ્ક 84,115 ડોલર (લગભગ 60.14 લાખ રૂપિયા)માં નિલામ થઈ હતી. આ ફ્લોપી ડિસ્કમાં એપલનાં Macintosh સિસ્ટમ ટૂલ્સ વર્ઝન 6.0ની એક કોપી પણ છે. અને તેની ઉપર સ્ટીવ જોબ્સના હસ્તાક્ષર પણ દેખાઈ રહ્યા છે.
બહુજ કિંમતી છે સ્ટીવ જૉબ્સનાં હસ્તાક્ષર
સ્ટીવ જૉબ્સ બહુજ ઓછા હસ્તાક્ષર કરતાં હતા. એટલાં માટે પહેલાં સ્ટીવ જૉબ્સ તરફથી સાઈન કરાયેલાં ToyStory ફિલ્મનાં પોસ્ટરની હરાજી કરવામાં આવી હતી. તેની કિંમત 25,000 ડોલર (લગભગ 17,93,000 રૂપિયા) નક્કી કરાઈ હતી. ઓક્શનમાં ToyStory ફિલ્મનું આ પોસ્ટર 31,250 ડોલર (લગભગ 22,40,000રૂપિયા)માં નીલામ થયુ હતુ.