સુરત જિલ્લા કલેકટર કચેરી ખાતે તા.૨૫/૧/૨૦૧૯ થી ચુંટણીલક્ષી માહિતી મેળવવા જિલ્લા કંટ્રોલ રૂમ ખાતે ૧૯૫૦ કાર્યરત કરવામાં આવ્યો હતો. જેમાં જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ૧૩૦, ફેબ્રુઆરી મહિના દરમિયાન ૨૨૬૧, માર્ચ મહિનાની તા.૨૬મી સુધીમાં ૯૯૬ મળી કુલ ૩૩૮૭ જેટલી વિવિધ મતદારયાદી કે ચુંટણીલક્ષી માહિતી મેળવવા માટે હેલ્પલાઈનનો ઉપયોગ મતદારોએ કર્યો જિલ્લાના કંટ્રોલ રૂમની હેલ્પ લાઈન અને ફરિયાદના નોડલ અધિકારી આર.ડી.બલદાણીયાએ જણાવ્યું હતું.
ફલાઈગ સ્ટેટેટીક ટીમ ચૂંટણી દરમિયાન કોઇપણ વ્યક્તિને તેના મતાધિકારનો ઉપયોગ માટે પ્રલોભન આપવાના ઉદ્દેશથી, રોકડ કે વસ્તુની લાંચ લેવી કે આપવા માટે ભારતીય દંડ સંહિતાની કલમ-૧૭૧-ખ મુજબ જ્યારે કોઇપણ ઉમેદવાર કે મતદાર કે વ્યક્તિને કોઇપણ ઇજા પહોંચાડવાની ધાક ધમકી આપવા માટે ભારતીય દંડ સંહિતાની કલમ ૧૭૧-ગ મુજબ એક વર્ષની કેદ અથવા દંડ અથવા બન્ને થઇ શકે છે.