16મી ફેબ્રુઆરીથી એર ઇન્ડિયા એક્સપ્રેસની શારજહાં સુરતની પહેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઉડાન ભરવા જઇ રહી છે..દરેક સુરતીને ગૌરવ કરાવે તેવી બાબત એ છે કે આ પહેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટ પણ સુરતની જ મહિલા પાયલોટ ઉડાવીને સુરત લેન્ડ કરાવશે.આ એક નવો સંજોગ અને ઇતિહાસ બની રહેશે…
16મીએ રાત્રે 11.45 કલાકે સુરત એરપોર્ટ પર પહેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટ લેન્ડ થશે.સુરતની અનુભવી મહિલા પાયલોટ જેસમીન મિસ્ત્રી ઉડાવીને લાવશે.જેસમીન મિસ્ત્રી ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે અનુભવી પાયલોટ છે. તેમનું બાળપણ સુરતમાં જ વીત્યું છે…
જેસમીન એ જણાવ્યું હતું કે સુરતી તરીકે પ્રથમ ઇન્ટરનેશનલ ફ્લાઇટ લાવવાનું ગૌરવ અને આનંદ તે શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતી.સુરતી કેપ્ટન જેસમીન ઇન્ટરનેશનલ ફ્લાઈટનો બહોળો અનુભવ ધરાવે છે.હાલ જેસમીન દુબઇ, અબુધાબી,મસ્ક્ત જેવા દેશોમાં ફ્લાઇટ ઓપરેશન કરી રહી છે.જેસમીને 1993-94માં પાયલોટની ટ્રેનિંગ માટે અમદાવાદથી સુરતનો રૂટ પસંદ કર્યો હતો.હવે તેણી તેના હોમટાઉન સુરતમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ લેન્ડ કરાવીને ઇતિહાસ સર્જશે.ચર્ચા એવી પણ છે કે આ પહેલા બીજા કેપ્ટનનું નામ નક્કી થઈ ગયું હતું પણ પ્રથમ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઉડાવવા માટે જેસમીને એરલાઇન્સને વિનંતી કરી હતી. હવે એરલાઇન્સે સ્પેશ્યલ કેસમાં જેસમીનની વિનંતી સ્વીકારી તેણીને પરવાનગી આપતા જેસમીનની ખુશીનો કોઈ પાર નથી….