લદાખઃ પૂર્વ લદાખમાં ભારતીય અને ચીની સેના વચ્ચે થયેલી ઝડપને એક વર્ષ પૂરુ થઇ ગયુ છે. ડિસઇન્ગેજમેન્ટ અને સૈન્ય સંમતિના સમાચારો વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા પર સ્થિતિ સારી નથી. રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ચીન હવે ઉંડાણવાળા વિસ્તાર સાથે એલએસી પર પણ તેની સૈન્ય શક્તિ વધારી રહ્યું છે. પાડોશીના આ પગલાથી સરહદ પર સ્થિતિ સામાન્ય થવાના સંકેત નથી મળી રહ્યા.
જેમ-જેમ વિસ્તારમાં શરદીનો પ્રભાવ ઓછું થઇ રહ્યું છે. તેમ જ ચીનની પિપલ્સ લિબરેશન આર્મીએ એલએસીથી 25થી 120 કિમી અંદર સુધી તેની અસ્થાઈ વ્યવસ્થાને સ્થાઈ કરવાની કામગીરીને રફ્તાર આપી છે. એક અહેવાલ મુજબ એક વરિષ્ઠ અધિકારીએ મંગળવારે જણાવ્યું કે પૂર્વ લદાખના આગળના મોરચે પીએલએની નવી ટુકડી નથી આવી. પરંતુ તણાવપૂર્ણ ક્ષેત્રમાં વધતી સૈન્ય શક્તિ વચ્ચે ચીને નોંધપાત્ર સંખ્યામાં સૈન્ય જાળવી રાખ્યું છે.
તેમણે જણાવ્યું કે ઉદાહરણ તરીકે તાજેતરના કેટલાક દિવસોમાં, રૂટોગ કન્ટ્રી વિસ્તારમાં ખૂબ પ્રવૃત્તિ જોવા મળી છે. આ ક્ષેત્ર પેંગોંગ ત્સોના મચાન વિસ્તાર તરીકે કામ કરી શકે છે, કારણ કે તે લગભગ 100 કિમી દૂર છે. તેમણે માહિતી આપી કે પીએલએ વધુ સારા રસ્તા અને કનેક્ટિવિટીને કારણે ઝડપથી કામ કરી શકે છે.
ગયા વર્ષે પેંગોંગ ત્સોની ઉત્તર બાજુએ ચીની અને ભારતીય સૈન્ય વચ્ચે મોટો ટકરાવ થયો હતો. આમાં ડઝનેક સૈનિકો ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ આવી જ ઘટના 9 મેના રોજ ઉત્તર સિક્કિમના નકુ લામાં પણ બની હતી. ત્યારે ચીને અચાનક આ ક્ષેત્રમાં પોતાની શક્તિમાં વધારો કર્યો. ત્યારબાદ ભારતે પણ પ્રતિક્રિયા આપતા ત્રણ વધારાના ડિવિજન્સને તૈનાત કર્યા હતા. દરેક ડિવિજનમાં 10 હજારથી 12 હજારની વચ્ચે સૈનિકો હાજર હતા.