દિગ્ગજ જર્મન ટેનિસ સ્ટાર બોરિસ બેકરે પોતાના માથે ચઢેલા દેવાના ભારણને ઉતારવા માટે પોતાની ટેનિસ કેરિયરમાં મહેનતથી જીતેલી ટ્રોફીઅોની હરાજી શરૂ કરાવી છે. બ્રિટીશ હરાજી ફર્મ વાઇલ્સ હાડ્રીઍ સોમવારથી અોનલાઇન હરાજી દ્વારા આ ટ્રોફી વેચવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ગ્રાન્ડસ્લેમ ઇતિહાસમાં ટાઇટલ જીતનારો સૌથી યુવા ખેલાડી બનનાર બોરિસ બેકર પોતાના સમયમાં મહાન ટેનિસ ખેલાડી ગણાતો હતો. તેણે માત્ર 17 વર્ષની વયે જ ત્રણ ગ્રાન્ડસ્લેમ ટ્રોફી જીતી હતી.
બેકરે પૈસા ભેગા કરવા માટે પોતાની ટ્રોફી ઉપરાંત મેડલ્સ, ઘડિયાળો અને ફોટો સહિત કુલ 82વસ્તુઅો હરાજી માટે મુકી છે. આ હરાજી 24મીથી શરૂ થઇને 11જુલાઇ સુધી ચાલશે. તે અંગેની માહિતી હરાજી ફર્મે પોતાની વેબસાઇટ પર આપી છે. જર્મન સ્ટારની ટ્રોફીમાં ચેલેન્જ કપ, 3 રેનશો કપ સામેલ છે. 1990માં વિમ્બલ્ડન ફાઇનાલિસ્ટ તરીકે મળેલો મેડલ અને 1989માં ઇવાન લેન્ડલને હરાવ્યા પછી જીતેલો ચાંદીનો યુઍસ અોપન કપ પણ આ હરાજીમાં મુકાયો છે.