વલસાડ કલેક્ટર કચેરી દ્વારા ટ્વીટર પર જારી કરાયેલા એક સત્તાવાર નિવેદન માં જણાવાયું છે કે આગામી 24 કલાક (૧૧/૮/૧૮) દરિમયાન ભારે પવન ફૂંકાવા સાથે દરિયો તોફાની થવાની શકયતા છે જેથી કરીને માછીમારો સહિત અન્યો ને દરિયો નહિ ખેડવા અને માછીમારી માટે દરિયા માં નહિ જવા ચેતવણી આપવામાં આવી છે વધુમાં જરૂર જણાય તો વલસાડ કન્ટ્રોલ રમ ના ફોન નંબર 02632 243238 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.