ઇંદોર : 16 નવેમ્બરથી ઇંદોરમાં શરૂ થયેલી રાષ્ટ્રિય કુશ્તી ચૈમ્પિયનશિપના પહેલા દિવસે મહિલા વર્ગમાં વિનેશ ફોગટે શાનદાર પ્રદર્શન કરતા પોતાની કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતી હતી. તમને જણાવી દઇએ કે મહિલા કુશ્તીમાં ગુરૂવારે માત્ર 2 ભાર વર્ગમાં કુશ્તી થઇ હતી અને આ બન્ને વર્ગમાં વિનેશ ફોગાટ ચૈમ્પિયન રહી હતી.
રેલ્વે તરફથી રમી રહેલી વિનેશ ફોગટે મહિલા કેડેગરીમાં 55 કિલોવર્ગમાં હરિયાણાની મનીષાને હરાવીને ગોલ્ડ મેડલ જીતી હતી. તો બીજી તરફ વિનેશની નાની બહેન રીતુ ફોગાટે 50 કિલો વર્ગમાં નિર્મલાને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યા હતા. રાષ્ટ્રિય મહિલા ટીમના કોચ કુલદીપ મલિકના જણાવ્યા અનુસાર બન્ને ફોગાટ બહેનોએ શાનદાર પ્રદર્શન કર્યું છે અને પોતાના હરીફ ખેલાડીઓને આસાનીથી હરાવ્યું હતું.
પુરૂષ વર્ગની વાત કરીએ તો ગ્રીકો રોમનમાં પંજાબના હરપ્રીતસિંહને 82 કિલોવર્ગમાં રેલ્વેના અમરનાથ યાદવને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. બે વારના ઓલિમ્પિક પદક વિજેતા સુશીલ કુમાર ચૈમ્પિયનશિપમાં બીજા દિવસે ત્રણ વર્ષ બાદ મૈટ પર વાપસી કરી હતી. પુરૂષ ફ્રિ સ્ટાઇલમાં દિગ્ગજ પહેલવાન સુશીલ કુમારને બાદ કરતા રીયો ઓલિમ્પિકમાં કાસ્ય પદક જીતનાર મહિલા કુશ્તેબાજ સાક્ષી મલિક પર તમામની નજર રહેશે.