ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી શાનદાર વસ્તુઓના શોખીન છે. તે પોતાની સ્ટાઈલને લઈને પણ જાણીતા છે. ટેટુ અને હેરસ્ટાઈલ વિરાટ કોહલીની ઓળખાણ બની ચુકી છે. વિરાટ કોહલીને મોંઘી વુસ્તોઓને ખરીદવાનો પણ શોખ છે. તાજેતરમાં તેમની પાસે એક મોંઘુ વોલેટ જોવા મળ્યું છે. કાળા રંગના આ LOUIS VUITTON ZIPPY XL વોલેટની કિંમત લગભગ ૮૨ હજાર રૂપિયા છે.
હકીકતમાં મેચ ફીના સિવાય વિરાટ કોહલી જાહેરાતોથી પણ કમાણી કરે છે. તેમની પાસે પણ ઘણી કાર છે અને તેમન બીએમડબલ્યુ એક્સ ૬ અને ઓડી આર-૮ સામેલ છે. વિરાટ કોહલી અત્યારના સમયે પોતાની શાનદાર રમતના કારણે જાહેરાતની દુનિયા પર રાજ કરી રહ્યા છે. વિરાટ કોહલીએ પોતાના બેટ પર એમઆરએફના લોકો લગાવવાના આઠ કરોડ રૂપિયા મળે છે. તેના સિવાય વિરાટ કોહલીને ડ્રેસ અને શુઝની જાહેરાત માટે પણ બે કરોડ રૂપિયા મળશે.
આમ તો વિરાટ કોહલીનું પુશ્તેની ઘર દિલ્હીમાં છે પરંતુ તાજેતારમાં તેમને ગુરુગ્રામમાં ૧૦ હજાર સ્ક્વેર ફુટમાં બનાવેલ ૮૦ કરોડનો બંગલો ખરીદ્યો છે. તેના સિવાય તેમને મુંબઈમાં પણ મોટો લક્ઝરી એપાર્ટમેન્ટ ખરીદ્યું છે.
વિરાટ કોહલી ૬૬ ટેસ્ટની ૧૧૨ ઇનિંગમાં ૮ વખત અણનમ રહી ૫૫૫૪ રન બનાવી ચુક્યા છે. આ દરમિયાન તેમને ૨૧ સદી, ૧૬ અડધી સદી અને ૬ બેવડી સદી ફટકારી ચુક્યા છે. ૨૦૮ વનડે મેચમાં ૩૫ વખત અણનમ રહેતા વિરાટ કોહલીએ ૯૫૮૮ રન બનાવ્યા છે. વનડે મેચમાં વિરાટ કોહલીના નામે ૩૫ સદી અને ૪૬ ફિફ્ટી છે. જ્યારે ટી-૨૦ માં વિરાટ કોહલી ૫૭ મેચમાં ૧૮ અડધી સદીના આધારે ૧૯૮૩ રન બનાવી ચુક્યા છે.