વર્ષની ત્રીજી ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટ વિમ્બલ્ડનમાં પુરૂષ સિંગલ્સમાં નંબર વન નોવાક જાકોવિચ, બીજા ક્રમાંકિત રોજર ફેડરર, ત્રીજા ક્રમાંકિત રફેલ નડાલ અને 23માં ક્રમાંકિત બતિસ્ટા અગુટે પોતપોતાની ક્વાર્ટર ફાઇનલમાં જીત મેળવીને સેમી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.
જાકોવિચે ૨૧માં ક્રમાંકિત ડેવિડ ગોફીનને 6-4, 6-0, 6-2થી, જ્યારે ફેડરરે કેઇ નિશિકોરી સામે પહેલો સેટ ગુમાવ્યા પછી વાપસી કરીને 4-6, 6-1, 6-4, 6-4થી વિજય મેળવ્યો હતો. નડાલે સેમ ક્વેરીને 7-5, 6-2, 6-2થી હરાવ્યો હતો તો બતિસ્ટા અગુટે ૨૬માં ક્રમાંકિત ગુઇડો પેલાને 7-5, 6-4, 3-6, 6-3થી હરાવ્યો હતો.
મહિલા સિંગલ્સમાં અમેરિકાની સેરેના વિલિયમ્સન રોમાનિયાની સિમોના હાલેપ, યુક્રેનની ઍલિના સ્વિતોલીના અને ચેક પ્રજાસત્તાકની બાર્બરા સ્ટ્રીકોવાઍ પોતપોતાની ક્વાર્ટર ફાઇનલમાં મંગળવારે વિજય મેળવીની સેમી ફાઇલમાં પ્રવેશ કરી લીધો હતો. હવે મહિલા સિંગલ્સની સેમી ફાઇલમાં સેરેના વિલિયમ્સન અને સ્ટ્રીકોવા તેમજ હાલેપ અને સ્વિતોલીના વચ્ચે સેમી ફાઇનલનો જંગ ખેલાશે.
યુક્રેનની 8મી ક્રમાંકિત સ્વિતોલીનાઍ ભારતીય સમય અનુસાર મંગળવારે મોડી રાત્રે ચેક પ્રજાસત્તાકની બિન ક્રમાંકિત કારોલિના મુચોવાને હરાવીને પહેલીવાર આ ગ્રાસ કોર્ટ ટુર્નામેન્ટની સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તેણે મુચોવાને 7-5, 6-4થી હરાવી હતી. હવે સેમી ફાઇનલમાં સ્વિતોલીના હાલેપ સાથે બાથ ભીડશે જે ચીનની ઝાંગ શુ હાઇને હરાવીને સેમી ફાઇનલમાં પહોંચી છે. આ ઉપરાંત ચેક પ્રજાસત્તાકની બાર્બરા સ્ટ્રીકોવાઍ ફ્રેન્ચ ઓપનની ફાઇનાલિસ્ટ યોહાના કોન્ટાને 7-6, 6-1થી હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. તે હવે 7 વારની ચેમ્પિયન સેરેના વિલિયમ્સ સામે સેમી ફાઇનલમાં રમશે. સેરેનાઍ નંબર વન ઍશ્લે બાર્ટીને હરાવનારી ઍલિસન રિસ્કે સામે વિજય મેળવીને સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.