ટેનિસ જગતની બે માજી નંબર વન મહિલા ખેલાડી ઍવી અમેરિકાની સેરેના વિલિયમ્સ અને રોમાનિયાની સિમોના હાલેપે અહીં પોતપોતાની સેમી ફાઇનલ જીતી લઇને વિમ્બલ્ડનની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. હાલેપ ઍલિના સ્વિતોલીનાને હરાવીને પહેલીવાર ફાઇનલમાં સ્થાન પાકું કર્યુ હતું. આ તરફ સેરેના વિલિયમ્સે બાર્બરા સ્ટ્રીકોવાને હરાવીને 11મી વાર ફાઇલમાં પ્રવેશ કર્યો છે.
બીજી સેમી ફાઇનલમા સેરેનાઍ સ્ટ્રીકોવાને સાવ સરળતાથી 6-1, 6-1થી પરાજીત કરી હતી. 11મી વાર વિમ્બલ્ડનની ફાઇનલમાં પ્રવેશ કરવા માટે તેને માત્ર 59 મિનીટ લાગી હતી. હાલેપ પહેલીવાર વિમ્બલ્ડનની ફાઇનલમાં પ્રવેશી છે, જો કે તેના નામે ઍક ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ છે. જે તેણે ગત વર્ષે ફ્રેન્ચ ઓપન તરીકે જીત્યું હતું.
આ તરફ ઍલિના સ્વિતોલીનાનું પહેલીવાર વિમ્બલ્ડનની ફાઇનલમાં રમવાનું સ્વપ્ન અધુરું રહી ગયું હતું. હાલેપે તેને 1 કલાક અને 13 મિનીટ સુધી ચાલેલી સેમી ફાઇનલમાં 6-1, 6-3થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સ્વિતોલીના પહેલીવાર કોઇપણ ગ્રાન્ડસ્લેમની સેમી ફાઇનલમાં પહોંચી હતી. પોતાના વિજય પછી હાલેપે કહ્યું હતું કે આ ઍક સુંદર અનુભવ છે. હું ઘણી ઉત્સાહીત પણ થોડી ડરેલી હતી. આ મારા જીવનની સર્વશ્રેષ્ઠ ક્ષણોમાંથી ઍક છે અને હું તેનો આનંદ માણવાનો પ્રયાસ કરું છું.