નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ઘરમાં એક મહિનાની અંદર એક નવો મહેમાન આવ્યો છે. ધોનીનો આ નવો મહેમાન એક ઘોડો છે. આની જાણકારી ધોનીની પત્ની સાક્ષીએ પુત્રી જીવા સાથે સોશિયલ એકાઉન્ટ ઉપર આપી હતી.
સાક્ષીએ ઇંસ્ટાગ્રામ ઉપર જીવાની સાથે એક નાના ઘોડાની તસવીર શેર કરી છે. ફોટોમામં જીવા ઘોડાના માથે હાથ ફેરવી રહી છે. આ પહેલા મે મહિનામાં ધોનીના ઘરે નવો મહેમાન આવ્યો હતો. એ પણ એક ઘોડો હતો જેનું નામ ચેતક છે.
સાક્ષી ધોનીએ ચેતકનો વીડિયો શેર કર્યો હતો. જેના કેપ્શનમાં લખ્યું હતું કે, ઘરમાં તમારું સ્વાગત છે ચેતક, જ્યારે તમે લિલી (ડોગી)ને મળ્યા તો તમે એક જેન્ટલમેનની જેમ વર્તન કર્યું હતું. તમે હશી ખુશીથી અમારા પરિવારમાં સ્વીકાર કરવામાં આવી રહ્યા છે. ત્યારબાદ સાક્ષીએ ધોનીનો એક વીડિયો પણ શેર કર્યો હતો. જેમાં તે ઘોડાને મસાક કરતા દેખાઈ રહ્યો હતો.
ધોની રાંચી સ્થિત પોતાના ફાર્મ હાઉસમાં અત્યાર સુધી ડોગી સાથે જોવા મળતો હતો. પરંતુ હવે તેના શોખમાં ઘોડાનો પણ ઉમેરો થયો છે. ધોની એક પ્રકારે ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાની રાહ પર ચાલી રહ્યા છે.