ઍફઆઇઍચ વુમન સિરીઝ ફાઇનલ્સની રવિવારે અહી રમાયેલી ફાઇનલમાં ભારતીય મહિલા ટીમે ગુરજીત કૌરના 2 ગોલની મદદથી જાપાન સામે 3-1થી વિજય મેળવી લઇને ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની હતી. આ ટુર્નામેન્ટની શનિવારે રમાયેલી સેમી ફાઇનલમાં ભારતીય મહિલાઓઍ ચીલીને 4-2થી હરાવ્યા પછી ઓલિમ્પિક્સ ક્વોલિફાયર માટે ક્વોલિફાઇ કરી લીધું હતું. ભારતીય મહિલા ટીમના વિજયને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીઍ ટ્વિટ કરીને અભિનંદન આપ્યા હતા.
ફાઇનલની ત્રીજી જ મિનીટમાં મળેલા પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવી 1-0ની સરસાઇ સાથે ભારતીય ટીમે મેચ પર પ્રભુત્વ જમાવી દીધું હતું. ભારતીય ટીમ વતી આ ગોલ રાની રામપાલે કર્યો હતો. જો કે તે પછી જાપાને 11મી મિનીટમાં કેનોન મોરીના ફીલ્ડ ગોલ વડે સ્કોર 1-1ની બરોબરી પર મુક્યો હતો. તે પછી બીજા ક્વાર્ટર ગોલ રહિત રહ્યો હતો. ત્રીજા ક્વાર્ટરની અંતિમ મિનીટમાં ભારતીય ટીમ વતી ગુરજીત કૌરે ઍક જારદાર ડ્રેગ ફિલક કરીને ગોલ કરીને સ્કોર 2-1 પર મુકી દીધો હતો. તે પછી અંતિમ ક્વાર્ટરમાં ફરી ઍકવાર ગુરજીત કૌરે ગોલ કરતા ભારતીય ટીમ મેચ 3-1થી જીતી ગઇ હતી.