ગુરજિત કૌરની હેટ્રિક સહિતના ચાર ગોલની મદદથી ભારતીય મહિલા હોકી ટીમે અહીં ઍફઆઇઍચ મહિલા સિરીઝ ફાઇનલ્સમાં ફિજીની ટીમને 11-0થી કચડી નાખીને સેમી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. ભારતીય ટીમ વતી ગુરજીત કૌરે 15મી, 21મી, અને 22મી મિનીટમાં ગોલ કર્યો હતો. જ્યારે મોનિકાઍ 11મી અને 33મી મિનીટમાં ગોલ કર્યો હતો. આ સિવાય લાલરેમ્સિયામીઍ 4થી, રાનીઍ 10મી, વંદના કટારિયાઍ 12મી, લિલિમા મિન્જે 51મી અને નવનીત કૌરે 57મી મિનીટમાં ગોલ કર્યા હતા.
વિશ્વની ૯માં ક્રમની ટીમ ભારતે મેચમાં શરૂઆતથી જ ફિજી પર પ્રભુત્વ મેળવી લીધું હતું. ફિજીની ટીમ 60 મિનીટમાં માત્ર ઍક જ વાર ભારતીય ગોલ પોસ્ટ નજીક પહોંચી હતી. પહેલા કવાર્ટરમાં ચોથી મિનીટમાં જ લાલરેમ્સિયામીઍ ગોલ કરીને ભારતીય ટીમને સરસાઇ અપાવી હતી. તે પછી થોડા થોડા સમયાંતરે ભારતીય ખેલાડીઓ ગોલ કરતાં રહ્યા હતા. ભારતીય ટીમ શનિવારે સેમી ફાઇનલ રમશે.
સેમી ફાઇનલમાં પ્રવેશ પછી કેપ્ટન રાની રામપાલે કહ્યું હતું કે તેની ટીમની નજર હવે મોટી મેચ પર છે. તેણે ઍવું કહ્યું હતું કે અમે કોઇ સામે પણ રમીઍ પરંતુ અમારે અમારું ફોક્સ રમત પર કેન્દ્રિત રાખવું પડશે.