આ દેશની 10માંથી 8 છોકરીઓ આજે પણ માસિક ધર્મ એટલે કે પીરિયડ્સ દરમિયાન ઘરની બહાર મૂકવામાં આવે છે. તે ગંદી ઝુંપડીમાં રહેવા મજબૂર થઈ જાય છે. આ બધું ત્યાંની સુપ્રીમ કોર્ટના પ્રતિબંધ લગાવ્યો હોવા છતાં પણ થઈ રહ્યું છે.
ઘરની બહાર નીકળવાની પ્રથાને કહે છે ‘છૌપદી’. આ દેશમાં માનવામાં આવે છે કે માસિક ધર્મ દરમિયાન છોકરીઓ અને મહિલાઓ ગંદી હોય છે. એટલા માટે તેને ઘરની બહાર કાઢી મૂકવામાં આવે છે. જ્યારે પીરિયડ્સ પૂરા થઈ જાય ત્યારે તેને પાછી ઘરમાં બોલાવવામાં આવે છે. તે પ્રથાને છૌપદી કહે છે.પીરિયડ્સ દરમિયાન છોકરીઓ એને મહિલાઓને ઘરનું કામ કરવા પર પણ પાબંદી લગાવાય છે. પૂજા-પાઠ, મંદિરની આવનજાવનથી લઈ અન્ય કામો પર પણ પાબંદી લગાવામાં આવે છે.
નેપાળમાં માનવામાં આવે છે છૌપદી પ્રથા
આ વાત ભારતના પાડોશી દેશ નેપાળની છે. અહીં સેન્ટર ફોર રિસર્ચ ઓન એનવાયરનમેન્ટ હેલ્થ એન્ડ પોપુલેશન એક્ટિવિટીઝ પશ્ચિમી નેપાળમાં 400 કિશોર છોકરીઓ પર સર્વે કરવામાં આવ્યો છે
સર્વે-77 ટકા છોકરીઓની સાથે થાય છે છૌપદી
CREHPAના સર્વેમાં સામે આવ્યું છે કે 400માંથી 77 ટકા છોકરીઓ સાથે છૌપદી પ્રથા કરવામાં આવે છે. આ પ્રથા ગરીબ જ નહીં, પણ આર્થિક રૂપમાં મજબૂત પરિવારોમાં પણ અપનાવામાં આવે છે. 2018માં સુપ્રીમ કોર્ટે તેના પર પ્રતિબંધ લગાવ્યો
નેપાળની સુપ્રીમ કોર્ટે 2018માં છૌપદી પ્રથાને અપરાધિક માનતા તેના પર પ્રતિબંધ લગાવ્યો હતો પરંતુ તેના પછી પણ નેપાળમાં આ પ્રથાને માનવામાં આવે છે.
ઘણી છોકરીઓનું મૃત્યુ પણ થયું છે આ પ્રથામાં
આ પ્રથાના કારણે ઘરની બહાર ગંદી ઝુંપડીમાં રહેનારી ઘણી છોકરીઓનું મૃત્યુ પણ થઈ ગયું છે. હવે નેપાળમાં ઘણી એનજીઓ મહિલાઓ તેના પ્રતિ જાગરૂક કરવાનું કામ કરી રહી છે.