Urea Fertilizer Protest in Savarkundla: યુરિયા ખાતરની અછત વિરુદ્ધ સાવરકુંડલામાં 70 ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ

Arati Parmar
2 Min Read

Urea Fertilizer Protest in Savarkundla: યુરિયા મળતું ન હોવાથી ખેડૂતોએ સંઘની કચેરીએ ધમાકેદાર વિરોધ નોંધાવ્યો

Urea Fertilizer Protest in Savarkundla: અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં યુરિયા ખાતરની અછત સામે 70 ગામના ખેડૂતોએ એકજૂથ થઈ 14 જુલાઈએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. સાવરકુંડલા ખરીદ વેચાણ સંઘની કચેરી બહાર ખેડૂતોએ સૂત્રોચ્ચાર કર્યા અને ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપી તાત્કાલિક વિતરણ શરૂ કરવાની માંગ કરી.

ખાતર હોવા છતાં વિતરણ અટકાવાયું, ખેડૂતોમાં ગુસ્સો

પ્રાપ્ત માહિતી અનુસાર, ખરીદ વેચાણ સંઘ પાસે 50 ટન જેટલું યુરિયા ખાતર ઉપલબ્ધ હોવા છતાં ખેડૂતોને પૂરું પાડવામાં આવતું નથી. હાલ વાવણીની મોસમ ચાલી રહી હોવાથી યુરિયાની ભારે માંગ છે. છતાં ખાતર ન મળતાં ખેડૂતોમાં રોષ છવાયો છે અને પાક નષ્ટ થવાની ભીતિ જોવા મળી રહી છે.

Urea Fertilizer Protest in Savarkundla

સંઘનું લાયસન્સ રદ, વિતરણ પર અસર

વિરોધ દરમિયાન ખુલાસો થયો કે સાવરકુંડલા ખરીદ વેચાણ સંઘનું લાયસન્સ છેલ્લાં 15 દિવસથી રદ છે, જેના કારણે ખાતરનું વેચાણ બંધ છે. આ માહિતી સામે આવતા ખેડૂતોનો રોષ વધુ વધ્યો હતો અને તેમણે તંત્ર વિરુદ્ધ નારાબાજી કરી.

Urea Fertilizer Protest in Savarkundla

ગોડાઉન ઘેરાવ અને તાત્કાલિક પગલાંની માંગ

ખેડૂતોએ સંઘના ગોડાઉન પાસે હલ્લાબોલ કરતા તાત્કાલિક ખાતર વિતરણ શરૂ કરવાની માંગ ઉઠાવી. તેમણે ચેતવણી આપી કે જો સમયસર ખાતર ઉપલબ્ધ નહિ થાય તો પાકને ગંભીર નુકસાન થશે અને તેને લઈને તંત્ર જવાબદાર રહેશે. ખેડૂતો દ્વારા તાત્કાલિક નિર્ણય લઇ સમસ્યા હલ કરવાની અપીલ કરવામાં આવી છે.

Share This Article