પહેલા તેલનો સોદો, પછી ટેરિફ – મોહમ્મદ યુનુસનો ભારત પર કટાક્ષ
બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે 1 ઓગસ્ટ 2025 ના રોજ અમેરિકાના સાથે બાંગ્લાદેશના વેપાર સોદાને મહત્વપૂર્ણ અને ઐતિહાસિક વિજય ગણાવ્યો છે. તેમણે બાંગ્લાદેશના ટેરિફ વાટાઘાટકારોને પણ અભિનંદન પાઠવ્યા અને તેમની સફળતાને વખાણ્યો. યુનુસે આ કરારને દેશ માટે મહત્વપૂર્ણ રાજદ્વારી જીત ગણાવી છે જેનાથી બાંગ્લાદેશના કાપડ ઉદ્યોગને મોટો ફાયદો થશે.
મોહમ્મદ યુનુસે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જણાવ્યું કે, બાંગ્લાદેશને યુનાઇટેડ સ્ટેટ્સ તરફથી 20 ટકા ટેરિફ દર મળ્યો છે. આ દર શ્રીલંકા, વિયેતનામ, પાકિસ્તાન અને ઇન્ડોનેશિયા જેવા મુખ્ય સ્પર્ધક દેશોની સમકક્ષ છે, જેઓ યુએસ તરફથી લગભગ 19થી 20 ટકા ટેરિફ દર મેળવે છે. આથી બાંગ્લાદેશની કાપડ નિકાસની સ્પર્ધાત્મકતા યથાવત રહેશે અને આ વ્યવહારથી તેમની ઉદ્યોગની સ્થિતિ મજબૂત બનશે.
મોહમ્મદ યુનુસે ભારત પર કટાક્ષ કરતા જણાવ્યું કે
ભારતને અમેરિકા તરફથી 25 ટકા ટેરિફ લાગવાનો કારણ એ છે કે ભારત અમેરિકાના સાથે વેપાર સોદામાં નિષ્ફળ રહ્યું છે. તેમણે આ વાતને એ રીતે રજૂ કર્યું કે બાંગ્લાદેશે અમેરિકા સાથે સોદામાં સફળતા મેળવી અને નમ્રતાપૂર્વક પોતાના પાડોશી દેશ ભારતને પાછળ છોડ્યું છે.
છેલ્લા એક વર્ષથી બાંગ્લાદેશ અને ભારત વચ્ચે સંબંધોમાં તણાવ છે.
યુનુસેના શાસનકાળ દરમિયાન ભારત વિરોધી નિવેદનો અને ટિપ્પણીઓ વધતી રહી છે, જેના પગલે ભારતે કડક પગલાં લીધા છે. આ તણાવનો સીધો અસર બંને દેશોની વેપારિક સંબંધો પર પણ પડી રહ્યો છે. બાંગ્લાદેશ અને ભારત વચ્ચેના વેપારનું પ્રમાણ ઘટ્યું છે અને આ તણાવ યથાવત રહેતા વેપાર ઉદ્યોગને ભારે ઝટકો લાગ્યો છે.
Chief Adviser's message after successful tarriff negotiations with US
Dhaka, August 1, 2025: We proudly congratulate the Bangladesh tariff negotiators on securing a landmark trade deal with the United States, a decisive diplomatic victory.
By reducing the tariff to 20%, 17…
— Chief Adviser of the Government of Bangladesh (@ChiefAdviserGoB) August 1, 2025
આ દરમિયાન, બાંગ્લાદેશે અમેરિકા તરફથી મળેલા 20 ટકા ટેરિફ દરને લઈ પોતાની ખુશી વ્યક્ત કરી છે. એમનું માનવું છે કે આ ટેરિફ દર તેમને વધુ મજબૂત બનાવશે અને અમેરિકન બજારમાં બાંગ્લાદેશી ઉત્પાદનોને વધુ સ્પર્ધાત્મક બનાવશે. બીજી તરફ, ભારત 25 ટકા વધારાના ટેરિફનો સામનો કરી રહ્યું છે, જેનો સીધો પ્રભાવ તેના વેપાર પર પડી શકે છે.
આ મામલે બંને દેશો વચ્ચે વાટાઘાટો ચાલુ છે અને આગામી સમયમાં આ સંબંધોમાં સુધારો માટે પ્રયાસો પણ કરવામાં આવવાના છે. જો કે, હાલની સ્થિતિમાં બાંગ્લાદેશે પોતાની જીતનું શૌર્ય પ્રદર્શિત કર્યું છે અને ભારતીય ટેરિફ સોદામાં નિષ્ફળતાનું સામાજિક માધ્યમો પર પણ વિવેકપૂર્વક ઉલ્લેખ કર્યો છે.