‘અમે ભારતને ગુમાવી દીધું છે…’, પીએમ મોદી, પુતિન અને શિ જિનપિંગની તસવીર શેર કરીને ટ્રમ્પ બોલ્યા.
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત સાથે સંબંધો તોડવાની વાત કહી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પીએમ મોદી, પુતિન અને શિ જિનપિંગની તસવીર શેર કરીને કહ્યું કે અમે ભારતને ગુમાવી દીધું છે.
ભારતને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફરી એક મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે કહ્યું કે, “મને લાગે છે કે અમે ભારત અને રશિયાને ગુમાવી દીધું છે.” ઉલ્લેખનીય છે કે, હાલમાં જ ચીનમાં યોજાયેલી એસસીઓ શિખર સંમેલનમાં પીએમ મોદી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શિ જિનપિંગની મુલાકાત થઈ હતી. કાર્યક્રમમાં ત્રણેય મહાસત્તાઓની ઘણી તસવીરો વાયરલ થઈ હતી. આ તસવીરોની ચર્ચા આખા દેશમાં થઈ હતી. ખાસ કરીને ત્રણેય નેતાઓની દોસ્તીની તસવીરો અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પને સૌથી વધુ ખટકી હતી. હવે તે જ તસવીર શેર કરીને ટ્રમ્પે કહ્યું છે કે, “અમે ભારત અને રશિયાને ચીનના હાથમાં ગુમાવી દીધા છે.”
સોશિયલ મીડિયા પર નિવેદન
રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટ્રુથ પ્લેટફોર્મ પર લખ્યું કે, “એવું લાગે છે કે અમે ભારત અને રશિયાને સૌથી ઊંડા અને સૌથી અંધકારમય ચીનના હાથમાં ગુમાવી દીધા છે. ઈશ્વર કરે કે તેમનું ભવિષ્ય લાંબુ અને સમૃદ્ધ હોય.”
ટ્રમ્પની ઊંઘ ઉડી, વહેલી સવારે કરી પોસ્ટ
ટ્રમ્પ ભારત, રશિયા અને ચીનની મુલાકાતથી ખૂબ પરેશાન છે. તેમની રાતની ઊંઘ હરામ થઈ ગઈ છે. આની ગવાહી ખુદ ટ્રમ્પની બેચેની આપી રહી છે. ટ્રમ્પે શુક્રવારે આ પોસ્ટ સવારે લગભગ 6.30 વાગ્યે કરી હતી, જે ભારતીય સમય અનુસાર લગભગ સાંજે 4 વાગ્યે થાય છે. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે ટ્રમ્પ ત્રણેય મહાસત્તાઓના એક થવાથી કેટલા પરેશાન છે.
“Looks like we’ve lost India….”, says US President Donald Trump pic.twitter.com/oX4lCOjVNc
— Sidhant Sibal (@sidhant) September 5, 2025
ભારતે કહ્યું – ‘નો કમેન્ટ્સ’
ટ્રમ્પની પોસ્ટ પર ભારતના વિદેશ મંત્રાલયે પણ નિવેદન જારી કર્યું છે. ટ્રમ્પના ભારત સાથે સંબંધો ખતમ કરવાના એલાન પર પ્રેસ કોન્ફરન્સમાં MEAના પ્રવક્તાએ કહ્યું, “નો કમેન્ટ્સ.” વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, “અમે વેપારના મુદ્દાઓ પર અમેરિકી પક્ષ સાથે વાતચીત ચાલુ રાખીશું. અમે ક્વાડને ચાર સભ્ય દેશો વચ્ચે ઘણા મુદ્દાઓ પરના સહિયારા હિતોની ચર્ચા માટે એક મૂલ્યવાન મંચ તરીકે જોઈએ છીએ. નેતાઓનું શિખર સંમેલન સભ્ય દેશો વચ્ચે રાજદ્વારી પરામર્શ દ્વારા નક્કી કરવામાં આવે છે. જ્યાં સુધી યુક્રેન સંઘર્ષનો સંબંધ છે, અમે યુક્રેનમાં શાંતિ સ્થાપિત કરવાની દિશામાં થયેલા તમામ તાજેતરના પ્રયાસોનું સ્વાગત કરીએ છીએ. અમને આશા છે કે તમામ પક્ષો રચનાત્મક રીતે આગળ વધશે.”