Ayushman Card Rules 2025: આયુષ્માન કાર્ડ હોવા છતાં નહીં મળે મફત સારવાર? જાણો કયા લોકો રહી જાય છે યોજનાના લાભથી વંચિત!
Ayushman Card Rules 2025: દેશભરમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આરોગ્ય સુરક્ષા પૂરી પાડવા માટે શરૂ કરાયેલી આયુષ્માન ભારત યોજના લોકો માટે આશીર્વાદ સાબિત થઈ છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક લોકોને આ યોજનાનો લાભ મળતો નથી, એ પણ ત્યારે જ્યારે તેઓ પાસે આયુષ્માન કાર્ડ હોવા છતાં?
ચાલો જાણીએ એવી પરિસ્થિતિઓ વિશે જ્યાં આયુષ્માન કાર્ડ હોવા છતાં પણ મફત સારવારનો લાભ મળતો નથી:
આ પરિસ્થિતિઓમાં નહીં મળે આયુષ્માન યોજના નો લાભ:
જો દર્દીની સારવાર ઓપીડીમાં (OPD) થઈ શકે છે અને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી, તો તેમાં આયુષ્માન કવર લાગુ પડતું નથી.
ખાનગી હોસ્પિટલના OPD વિભાગમાં આયુષ્માન કાર્ડ માન્ય નથી.
ફક્ત સામાન્ય ચકાસણી અથવા ટેસ્ટ કરાવવા માટે હોસ્પિટલમાં જવાય છે તો પણ આયુષ્માન યોજના લાગુ પડતી નથી.
સંગઠિત ક્ષેત્રે કામ કરતા કર્મચારીઓ જેમના પગારમાંથી PF કપાય છે અથવા તેઓ ESICની સુવિધા લે છે, તેઓ પણ આ યોજનાના પાત્ર નથી.
તો ક્યાં લોકોને મળે છે આયુષ્માનના સંપૂર્ણ લાભ?
દર્દી હોસ્પિટલમાં દાખલ થાય છે, તો પહેલા 3 દિવસ અને બાદના 15 દિવસ સુધીની તમામ સારવારનો ખર્ચ કવર થાય છે.
તમામ જરૂરી ટેસ્ટ અને દવાઓનો ખર્ચ આયુષ્માન હેઠળ આવરી લેવાય છે.
હોસ્પિટલમાં દાખલ હોવાના સમયગાળામાં ભોજનનું ખર્ચો પણ સરકાર ભરે છે.
ખાસ નોંધો:
આ યોજના રાષ્ટ્રીય આરોગ્ય નીતિ 2017 હેઠળ શરૂ કરવામાં આવી હતી. ખાસ વાત એ છે કે 70 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને – પછી ભલે તેમની આવક કેટલીય હોય – આ યોજનાનો સીધો લાભ મળે છે. પાત્રતાનું માપદંડ આધાર કાર્ડ પર દર્શાવાયેલ ઉંમરને આધારે નક્કી થાય છે.
યાદ રાખો કે આયુષ્માન કાર્ડ હોવું જ પૂરતું નથી, તેની સાથે યોજના અંગેની સાચી જાણકારી પણ હોવી જરૂરી છે. વધુ માહિતી માટે તમારા નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો અને તમારા અધિકારોથી વંચિત ન રહેતા.