LIC WhatsApp service: તમારા વીમાનું પેમેન્ટ હવે વોટ્સએપ પર – એજન્ટ નહિ, ટેક્નોલોજી કામ કરશે!
LIC WhatsApp service: ભારતીય જીવન વીમા નિગમ (LIC) પોતાના ગ્રાહકો માટે નવી ટેક્નોલોજીની સુવિધા સાથે આગળ આવ્યું છે. હવે LIC પોલિસીધારકોને તેમની પોલિસીનું પ્રીમિયમ ભરવા માટે એજન્ટ અથવા ઑફિસ જવાની જરૂર નહીં રહે. કેમ કે હવે તમારું પ્રીમિયમ આપણી સૌની ઓળખીતી એપ – WhatsApp મારફતે પણ ભરાઈ શકે છે!
કેવી રીતે ચાલે છે આ નવી સેવા?
LIC દ્વારા વોટ્સએપ પર સર્વિસ શરૂ કરવા માટે ખાસ નંબર જાહેર કરવામાં આવ્યો છે – 8976862090. આ નંબર પર તમે “Hi” લખીને મેસેજ મોકલો, એટલે જ તમારું LIC વોટ્સએપ બોટ એક્ટિવ થઈ જશે.
સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા:
તમારું મોબાઇલ નંબર તમારા વોટ્સએપમાં LICના નંબર (8976862090) સાથે સેવ કરો.
“Hi” લખીને મેસેજ મોકલો.
સ્ક્રીન પર વિવિધ વિકલ્પો દેખાશે – જેમ કે પ્રીમિયમ પેમેન્ટ, પોલિસી સ્ટેટસ, વગેરે.
“પ્રીમિયમ પેમેન્ટ” વિકલ્પ પસંદ કરો.
તમને એક લિંક મળશે – ક્લિક કરો અને નોંધણી પ્રક્રિયા શરૂ કરો.
ત્યારપછી તમારું પોલિસી નંબર દાખલ કરો અને આપેલી સૂચન મુજબ આગળ વધો.
તમારે તમારું પાન કાર્ડ પણ JPG અથવા JPEG ફોર્મેટમાં અપલોડ કરવું પડશે.
પછી www.licindia.in પર જઈને ગ્રાહક પોર્ટલમાં લોગ ઈન કરો અથવા નવા યૂઝર તરીકે નોંધણી કરો.
તમારું એકાઉન્ટ ક્રિએટ થયા પછી, તમારી પોલિસી જોડો અને અલગ અલગ સેવાઓનો લાભ લો.
શું છે ફાયદા?
તમારું કિંમતી સમય બચે છે.
કોઈ પણ જગ્યાએથી, કોઈ પણ સમયે ચુકવણી શક્ય બને છે.
UPI દ્વારા તરત જ પેમેન્ટ કરાવી શકાય છે.
લાઈવ એજન્ટનો ઈંતજાર કરવો પડતો નથી.
LICની આ નવી પહેલ ઓનલાઈન સેવાઓને વધુ સરળ અને ગ્રાહકમિત્ર બનાવે છે. હવે તો ઘરમાં બેઠા બેઠા પણ તમારા વીમા પેમેન્ટ થઈ જાય!