શહેર નજીક આવેલા નેશનલ હાઈવે નં-8 પર આવેલા જાંબુવા બ્રિજ પાસે ફરી આજે વહેલી સવારે ફરી વખત અકસ્માત સર્જાતા 2 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા જ્યારે 10 ને ઇજા થતા તેમને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન વધુ એક વ્યક્તિ નું મોત નિપજ્યું હતું.
શહેર નજીક આવેલા નેશનલ હાઈવે પર જાંબુવા બ્રિજ પાસે બે ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.રાજસ્થાન અને કેશોદથી નીકળેલી અને મુંબઇ અને સુરત તરફ જતી બસ વચ્ચે અકસ્માત સર્જાતા ઘટના સ્થળે 2 લોકોના મોત થયા હતા જ્યારે 10 લોકો ને ઇજા પહોંચી હતી.તમામ ઇજાગ્રસ્તને સયાજી હોસ્પિટલ તાતે લાઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન વધુ એક ઈસમનું મોત થયું હતું જ્યારે 2 ની હાલત ગંભીર હોવાનું તબીબે જણાવ્યું છે.
કેશોદ થી મુંબઇ તરફ જતી બસ પેસેન્જર ઉતારતી હતી એ જ સમયે પુરપાટ દોડતી આવતી રાજસ્થાનની બસ પાછળના ભાગે ઘુસી જતા બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા જતા. આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડના કર્મચારીઓ પણ ઘટના સ્થળે પહોંચીને ફસાયેલા લોકોને પતરું કાપી રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા. બનાવને પગલે નેશનલ હાઈવે પર કલાકો સુધી ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિ સર્જાઇ હતી.