વડોદરા શહેરના વાઘોડિયા ડભોઈ રિંગ રોડ ઉપર આવેલ સુખધામ આશ્રય અને સુખધામ સિગ્નેચરની સાઈટમાં મકાન અને દુકાનની જાહેરાત કરી લાખો રૂપિયા ઉઘરાવી લઈ લોકોને તેમના મકાન કે દુકાનનો કબજો નહીં આપનાર બિલ્ડર દર્પણ શાહ વિરુદ્ધ 10 વ્યક્તિઓએ અરજી કરી છે.અમદાવાદ ના શાહપુર વિસ્તારમાં રહેતી મહિલા એ સુખરામ રેસિડેન્સી માં બુક કરાવેલ ફ્લેટનો નંબર બદલી દર્પણ શાહે બીજાને વેચી દેતા હવે અનેક લોકો દર્પણ શાહ ની વિરુદ્ધમાં ફરિયાદ કરવા બહાર આવ્યા છે.બીજી તરફ ભાજપ માં હોવાના નાતે વડોદરા શહેરના વાઘોડિયા માં જ રહેતા અને પૂર્વ કાઉન્સિલર અને હાલ ના ડભોઈના ધારાસભ્ય શૈલેષ સોટ્ટા ની સાથે આ દર્પણ શાહ અંગત ઘરોબો ધરાવતો હોવાનું કહેવાય છે દર્પણ શાહ ના ભાજપ ના મોટા મોટા નેતાઓ સાથેના ફોટા પણ સોસિયલ મીડિયા માં ધૂમ મચાવી રહ્યા છે જોકે, અમદાવાદની મહિલાએ ફરિયાદ કરી દર્પણ શાહ સામે બાયો ચઢાવતા હવે ભાજપ ના તેમની નજીક ના લોકો એ દુરી બનાવવાનું શરૂ કર્યું હોવાની ચર્ચા છે અને ધારાસભ્ય શૈલેષ સોટ્ટા એ પણ દર્પણ શાહ થી દુરી બનાવી લીધાની નગર માં ચર્ચાઓ ચાલી રહી છે અને એટલે જ હવે પોલીસે ધરપકડ કરી હોવાની વાતો વાયુવેગે ચાલી રહી છે.
અગાઉ પાણીગેટ પોલીસ દ્વારા પણ ભોગ બનનારની અરજીઓ લેવામાં આવી ન હતી અને અગાઉ જેની અરજી લીધી હતી તેની તપાસ પણ કરવામાં આવી ન હતી જેથી જેતે સમયે પાણીગેટ પોલીસ પણ કોના ઈશારે કામ કરી રહી હતી તે એક સવાલ ઉભો થવા પામ્યો છે.સ્થાનિકો માં પણ ઘણી એવી ચર્ચાઓ ચાલી રહી છે કે આ દર્પણ શાહ ઉપર ધારાસભ્ય શૈલેષ સોટ્ટા ના ચાર હાથ હતા અને અનેક જગ્યાઓ માં પાર્ટનરશિપ પણ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે તેવે સમયે શુ સાચું છે તેતો તપાસ દરમ્યાન જ ખબર પડશે તેમ લોકો માં ચર્ચાઓ ઉઠવા પામી છે. તાજેતરમાં છોટાઉદેપુર જિલ્લામાં યોજાયેલી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપા દ્વારા લોકો સાથે છેતરપિંડી કરનાર બિલ્ડર દર્પણ હરીશ શાહને ચૂંટણી ઇન્ચાર્જ બનાવવામાં આવ્યો હતો. દર્પણ શાહ મૂળ છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના જબુ ગામનો વતની છે. દર્પણ શાહની છેતરપિંડીના ગુનામાં ધરપકડ થતાં વડોદરા બિલ્ડર લોબીમાં અને છોટાઉદેપુર જિલ્લા રાજકારણમાં ચકચાર મચી ઞઇ છે. દર્પણ શાહના ભાજપ માં હોવાના નાતે શૈલેષ સોટા સહિત સ્થાનિક અનેક રાજકીય અગ્રણીઓ સાથે ઘનિષ્ઠ સંબંધો છે અને અનેક નેતાઓ સાથે પડાવેલા ફોટો ને લઈ વગદાર હોવાની છબી ઉભી કરતો હોવાનું સપાટી ઉપર આવ્યું છે.
