ગુજરાતનું વડોદરા કે જે હવે આંતર રાષ્ટ્રીય સ્તરે ડ્રગ્સ-દારૂ માટે જાણીતું બની ગયું છે અહીં કરોડો રૂપિયાના ડ્રગ્સ તૈયાર કરતી ફેક્ટરીઓ ઝડપાઇ છે અને દેશી વિદેશી દારૂનું માર્કેટ ધમધમી રહ્યું હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે ત્યારે પંજાબના ગાયક સિદ્ધુ મુસેવાલા મર્ડર કેસ અને ફિલ્મ અભિનેતા સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપનાના મામલે ફેમસ બનેલા લોરેન્સ બીશ્નોઈ ગેંગનું સામ્રાજ્ય હવે વડોદરા સુધી ફેલાયું છે.
ખાસ કરીને બીશ્નોઈ ગેંગે દારૂના ધંધામાં ઝંપલાવ્યું છે અને તે પૈકી વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં એક વર્ષ દરમ્યાન રૂ. 20 કરોડ મોકલવામાં આવેલો દારૂ તેમજ મુખ્ય સપ્લાયર સહિત 18ને પોલીસે ઝડપી લીધા હોવાની વાત સામે આવી છે.
વિગતો મુજબ બીશ્નોઈ ગેંગનું ગુજરાતનું નેટવર્ક સંભાળતા ઘેવરચંદને પોલીસે ઝડપી પાડી સમગ્ર વ્યવહાર રોકડેથી ચાલતો હોય આંગડિયા પેઢીના મેનેજર સહિતના અન્ય કર્મચારીઓ સામે પણ ગુનો નોંધાયો હતો.
પીસીબીએ વડોદરાના માંજલપુરમાં દરોડો પાડી દારૂ અને વાહન સહિત 43 લાખનો મુદ્દામાલ પકડ્યો હતો જ્યારે હરણી, બાપોદ સહિત અન્ય પોલીસ મથકોમાં મળી એક વર્ષમાં પાંચ કરોડનો જથ્થો પકડાયો હોવા ઉપરાંત
વરણા, કરજણ, વાઘોડિયા, જરોદ પોલીસ મથકની હદમાંથી પણ વર્ષ દરમ્યાન 7.5 કરોડનો દારૂ અને મુદ્દામાલ બીશ્નોઈ ગેંગનો જપ્ત કર્યો હતો એ ઉપરાંત આણંદ, નડિયાદ પંચમહાલ અને દાહોદ જિલ્લામાંથી પણ કરોડો રૂપિયાનો દારૂ પોલીસે ઝડપ્યો હતો.
મધ્ય ગુજરાતમાં ઝડપાયેલા દારૂ અને મુદ્દામાલનો કુલ આંક 20 કરોડ જેટલો થાય છે.
ખેપિયામાંથી હવે દારૂના સપ્લાયર બની ગયા
અગાઉ બિશ્નોઇ લોકો સિંધી કંપની માટે દારૂની ટ્રકોના ચાલક કે ખેપિયા તરીકે કામ કરતા હોવાનું મનાય છે પણ દારૂના ધંધામાં મોટી કમાણી જોતા પોતેજ દારૂનો ધંધો શરૂ કરી દીધો હતો અને કરોડોના ધંધાની કમાન ગેંગસ્ટર લોરેન્સ બીશ્નોઈએ સાંભળી હોવાનું કહેવાય છે.
હજી 10થી વધુ આરોપીને પકડવાના બાકી મધ્ય ગુજરાતના જુદાજુદા પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં બીશ્નોઈ ગેંગના 29 આરોપીઓ પૈકી મુખ્ય સૂત્રધાર ગેવરચંદ સહિત 18ને ઝડપી લેવાયા છે એક આરોપી નું મૃત્યુ થયું છે બાકીના 10 ફરાર છે જેઓને પોલીસ શોધી રહી છે.