વડોદરામાં પણ કેટલાક બિલ્ડર સુધરતા નથી અને પૈસા કમાઈ લેવાની દાનતમાં ગેરકાયદે બાંધકામો કરી રહયા છે પણ આવા બિલ્ડરોને ભાજપના નેતાએ દોડતા કરી મુક્યા છે.ધારાસભ્ય યોગેશ પટેલે કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગ અને બાંધકામ શાખાના અધિકારીઓ ને દોડાવી આ ગેરકાયદે બાંધકામ અટકાવવા ફરજ પાડી હતી.
શહેરનાતરસાલી વિસ્તારમાં કાંસ પર દબાણ કરનાર બે બિલ્ડરોને નોટિસ આપવામાં આવી છે.
ભાજપાના ધારાસભ્ય યોગેશ પટેલના ધ્યાને આ વાત આવતા તેઓએ મનપમાં રજુઆત કરતા કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા બાંધકામ અટકાવી દેવામાં આવ્યું હતું અને આ બાંધકામ કરનારા બે બિલ્ડરોને નોટિસ ફટકારી છે, સોમાતળાવ -તરસાલી ખાતે શ્યામ સુંદરમ અને દર્શનમ બીલ્સના બિલ્ડરો દ્વારા વરસાદી કાસમાં પુરાણ કરી કાંસ પર દબાણ કરી બાંધકામ કરી રોકડી કરવા નીકળ્યા હતા જોકે,
કાંસ પર દબાણ કરવાથી વરસાદી પાણીનો નિકાલ અટકી શકે છે અને સોસાયટીઓમાં વરસાદી પાણીના ભરાવાની સમસ્યા સર્જાઈ શકે તેમ હોય ધારાસભ્યની રજુઆત બાદ કોર્પોરેશનના અધિકારીઓએ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને નિરીક્ષણ કરી બંને સાઇટનું બાંધકામ તાત્કાલિક ધોરણે બંધ કરાવી દીધું હતું અને બાંધકામ પરવાનગી શાખાના ડેપ્યુટી ટીડીઓ દ્વારા બંને બિલ્ડરોને નોટિસ પાઠવી હતી.