મધ્યગુજરાતની વાઘોડિયા બેઠક પરથી છેલ્લા 5 ટર્મથી દબંગ ધારાસભ્ય તરીકેની છાપ ધરાવતા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ચૂંટાણીમાં વિજય થઇ રહ્યાં છે. ગત રોજ તેમના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી, સામાન્ય રીતે તો તેઓ દર વર્ષે પરિવારના સભ્યો અને અન્ય ટેકેદારો સાથે તેમના જન્મદિવસની ઉજવણી કરતા હતા પરંતુ આ પરંપરા તોડી આ વર્ષે તેમને આગામી વિધાનસભાને ધ્યાનમાં રાખી શક્તિપ્રદર્શન કરવાની જરૂર પડી હતી. જેથી વાઘોડિયા વિધાનસભામાં દાવેદારી કરતા ભાજપના કેટલાક મુરતીયાઓમાં દોડધામ મચી છે.
વાઘોડિયા વિધાસભામાં સતત પાંચ ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઇ રહેલા મધુ શ્રીવાસ્તાવના ઇતિહાસથી મોટાભાગના લોકો પરિચિત છે. જેથી તેમને દબંગ ધારાસભ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. ભાજપ હોય કે પછી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડે, જીતતો તેમની જ નિશ્ચીત છે. તેવું તેમનું માનવું છે, તેમ છતાં દબંગ ધારાસભ્યને ક્યાંકને ક્યાંક વિધાનસભાની ટિકીટ મળશે કે કેમ તેની ચિંતા સતાવતી હોય તેમ લાગી રહ્યું છે.
ગત રોજ 1જૂનના રોજ મધુ શ્રીવાસ્તવનો જન્મદિવસ હોવાથી તેઓ પોતાના વિધાનસભામાં ક્ષેત્રના મતદારોને રીજવવા માટે એક જાહેર કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો આવે અને શક્તિ પ્રદર્શન થાય તે માટે તેમણે ચાર ચાર બંગળી વાળી ગીતની ગાઈકા કિંજલ દવેને કાર્યક્રમમાં બોલાવ્યાં હતા અને કિંજલ દવેનુ ચાર ચાર બંગળી વાળુ ગીત સાંભળી કાર્યક્રમમાં આવેલા લોકો મોહક બની ગયા હતા. જ્યાં મંચ પર હાજર વડોદરના સાંસદ રંજનબેન ભટ્ટની હાજરીમાં કિંજલ દવે પર ચલણી નોટો પણ ઉડાળવામાં આવી હતી અને બીજી તરફ દંબગ ધારાસભ્યે પોતે ગીત ગાઇ લોકોને ખુશ કરી દીધા હતા.
તેની સાથે મધુ શ્રીવાસ્તવે વાઘોડિયા વિધાનસભાની ભાજપના હરીફ દવેદારોને શક્તિ પ્રદર્શન કરી ખુલ્લો પડકાર ફેંક્યો હતો. જ્યારે બીજી તરફ આગામી 4 જૂનના રોજ વાઘોડિયા વિધાનસભામાં ખૂબ મોટા પાયે સમુહ લગ્નનો કાર્યક્રમ યોજાઇ રહ્યો છે, જે કાર્યક્રમ પાછળનું પણ મુખ્ય કારણે શક્તિ પ્રદર્શન હોય તેવું માનવામાં આવી રહ્યું છે, હવે જોવાનું એ રહેશે કે ભાજપ વાઘોડિયા બેઠક પરથી આગામી વિધાનસભામાં ‘નો રીપીટ’ની થીયરી અપનાવે છે કે પછી કોઇ નવા દાવેદારને ચૂંટણી લડાવે છે.