સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલને લઈ જન જીવન પ્રભાવિત બન્યું છે ત્યારે વડોદરામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો પરિણામે ખરાબ હવામાન ને કારણે કેટલીક ટ્રેન રદ કરવામાં આવી છે.
આજે 2 જુલાઇના રોજ રવિવારે રદ થયેલી ટ્રેનોમાં વલસાડ-વડોદરા પેસેન્જર, વડોદરા-દહાણુ રોડ સુપરફાસ્ટ, દહાણુ રોડ- વડોદરા સુપરફાસ્ટ, વલસાડ-વડોદરા સુપરફાસ્ટ, વડોદરા-વલસાડ સુપરફાસ્ટ રવિવારે રદ્દ રહેશે.
જ્યારે વિરાર ભરૂચ એક્સપ્રેસ બીજીએ સુરત-ભરૂચ વચ્ચે રદ્દ રહેશે.
ભરૂચ-સુરત પેસેન્જર સ્પેશ્યિલ, વડોદરા-અમદાવાદ પેસેન્જર, અમદાવાદ-વડોદરા પેસેન્જર, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ, વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ, વડોદરા-અમદાવાદ પેસેન્જર બીજી જુલાઇએ રદ્દ રહેશે. જ્યારે આણંદ-વડોદરા પેસેન્જર સ્પેશ્યિલ 3 જુલાઇના રોજ રદ રહેશે.
રેલવે મુસાફરોને વિનંતી કરાઇ છે કે, ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં લઇ તેમની મુસાફરી કરે કે જેથી કોઇ અસુવિધા ન થાય.
આવતી કાલે સોમવારે વરસાદની સ્થિતી જોઈને ટ્રેન અંગે નિર્ણય લેવામાં આવનાર હોવાનું રેલવે સૂત્રોએ જણાવ્યું છે.