વડોદરાના ગોત્રી વિસ્તારમાં ઉંચા વ્યાજે પૈસા આપી પઠાણી ઉઘરાણી કરનાર વ્યાજખોર સુરેશ ભરવાડ અને તેના મળતીયાઓ વિરુદ્ધ પોલીસે ગાળીયો મજબૂત બનાવ્યો છે.
દરમિયાન ગોત્રી ખાતેના લક્ષ્મીનગર-1માં રહેતા ચેતન વાળંદે વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરી લેતાં પોલીસે દુષ્પ્રેરણા આપનાર ત્રિપુટી સાજન ભરવાડ,સુરેશ ભરવાડ અને વિઠ્ઠલ ભરવાડની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા બાદ ગોત્રી પોલીસે ત્રણેય ભાઈના નિવાસસ્થાને તપાસ કરી હતી, દરમિયાન પોલીસને સુરેશ ભરવાડ પાસેથી ચેતન વાળંદ પાસેથી લખાવાયેલો રૂા.10નો સ્ટેમ્પ મળી આવતાં તેને કબજે કર્યો હતો. ઉલ્લેખનીય છેકે, સાજનને બોગસ ડોક્યુમેન્ટ બનાવી મિલકત પચાવી પાડવાના મામલે તેને પાસા થઇ હતી. તેના ભાઈ સુરેશ અને વિઠ્ઠલ સામે પણ તપાસ ચાલી રહી છે.
પોલીસે ચેતન વાળંદના ઘરના ગીરો ખતનો રૂા.10નો સ્ટેમ્પ વ્યાજખોર સુરેશ ભરવાડ પાસેથી જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.