મેડીકલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી પૈસા લઇ વહીવટ કરતાં ડો.ધ્રુમિલ રહસ્યમય સંજાગોમાં ભૂગર્ભમાં ઉતરી ગયા
વડોદરામાં ભારે ચકચાર જગાવનાર સુમનદિપ વિદ્યાપીઠમાં ભ્રષ્ટાચાર આચરનાર મનસુખ શાહ અને તેમના બે સાગરીતો હાલ જેલમાં છે ત્યારે વાલીઓ અને કોલેજના સંચાલકો વચ્ચે એજન્ટની ભૂમિકા ભજવનાર ડો.ધ્રુમિલ રહસ્યમય સંજાગોમાં ગાયબ થઇ જતાં તેઓને એસીબી વાળા શોધી રહ્યા છે મેડીકલક્ષેત્રને ધંધો બનાવી દેનારા સંચાલકો દ્વારા પૈસા લઇને પરીક્ષા અને ડીગ્રીઓના સોદા કરાતા હોવાની વાતનો પરપોટો ફૂટ્યા બાદ મનસુખ શાહ અને તેમના બે સાગરિતો ભરત સાવંત અને અશોક ટેલર અંદર થઇ ગયા છે પરંતુ દલાલની ભૂમિકા ભજવનાર ડો.ધ્રુમિલ જયારથી તેઓનું નામ બહાર આવ્યું ત્યારથી ગાયબ થઇ ગયા છે. હાલમાં એ.સી.બી. દ્વારા ડો.ધ્રુમિલની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે પરંતુ તેઓ હાથમાં આવ્યા નથી સપ્ટેમ્બર ૧૯૮૧ માં સુમનદિપ વિદ્યાપીઠ ટ્રસ્ટની રચના થયા બાદ તેમાં આજદીન સુધી આચરવામાં આવેલા ગોરખધંધા અંગે એસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.