વડોદરા: ગાંધીના ગુજરાતમાં દારૂ બંધીનો કાયદો વર્ષોથી ચોપડા પર જ જોવા મળી રહ્યો છે. જેનો સખ્ત અમલ કરવા માટે તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા દારૂબંધીનો કાયદો કડક કરી અમલમાં મુકવામાં આવ્યો છે. જેના કારણે રાજ્યમાં બે નંબરી દારૂ વેચતા અનેક મોટા બુટલેગરોની તબાહી શરુ થઇ છે અને આ કારણથી ગુજરાતમાં દારૂ નથી મળતો એમ નથી, પરંતુ વેંચાણમાં થોડો ઘટાડો જરૂર થયો છે. તેવામાં જો લીકર પરમિટ શોપની બહાર દારૂ ઉતરે છે કે સ્ટોક કરવામાં આવી રહ્યો છે. પરંતુ પરમીટ લીકર શોપની બહારથી દારૂની ગાડી ભરાતી જોઇ વડોદરાના દારૂના રસીયાઓમાં ભારે કુતુહલ જોવા મળ્યુ હતું. શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલી રીવાઇવલ લોર્ડસ ઇનમાં હોટલને તાજેતરમાં જ લીકર પરમિટ શોપની મંજૂર મળી છે. જોકે શહેરમાં અન્ય હોટલો પાસે પણ લીકર વેચવાણી મંજૂર તો છે, પરંતુ લોર્ડસ પાસે જગ્યા વિશાળ પ્રમાણમાં હોવાના કારણે પરમિટનો દારૂ અહિંયા સ્ટોક કરવામાં આવે છે. અને ત્યાબાદ અન્ય લીકર શોપમાં મોકલવામાં આવે છે. તેવામાં આજે સવારથી જ રીવાઇવલ લોર્ડસની બહાર ખાલી ઉભેલા ટેમ્પોમાં પરમિટ વાળો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો લોર્ડસના ગોડાઉનમાંથી ટેમ્પોમાં ભરવાની કામગીરી ચાલી રહી હતી. હોટલની બહાર પાલીકા દ્વારા ખોદકામ કરવામાં આવ્યું હોવાના કારણે ટેમ્પો અંદર જઇ શકે તેવી પરસ્થિતી હોવાના કારણે રસ્તા પર જ ટેમ્પો ઊભો રાખી તેમાં કાર્લસ બર્ગ, હેવર્ડસ 5000, બડવાઇઝર જેવી બ્રાન્ડ ધરાવતી બીયર અને વિદેશ દારૂ ઠાલવવામાં આવી રહ્યો હતો. એક તરફ દારૂબંધી કડક પણે અમલમાં મુકાતા દારૂના રસિયાઓને દારૂ મળવો મુશકેલ થઇ ગયો છે અને તેવામાં જાહેર માર્ગ પર જો એક ટેમ્પોમાં દારૂ ઠલવાતો હોય તો સ્વાભાવિક છે દારૂ પીનારાઓની આંખો ચાર થાય જ અને લાળ પણ ટપકવા માંડે. આ દ્રશ્યો જોઇ દારૂના રસિયાઓમાં ભારે કુતુહલ જોવા મળ્યું હતું. જોકે આ અંગે એકસાઇઝના અધિકારી સાથે વાતચિત કરતા તેઓ જણાવ્યું હતુ કે, કાયદા પ્રમાણે જે જગ્યાની પરમિટ હોય ત્યાં જ દારૂ ઉતારવામાં આવે છે પરંતુ જો પરમિટ લીકર શોપમાં જગ્યાનો અભાવ હોય અને સ્ટોક ના થઇ શકતો હોય તેવી પરિસ્થિતીમાં ટ્રાનસફર પરમિટના આધારે એક જગ્યાએથી બીજી જગ્યાએ દારૂ આપી શકાય છે. જેમ કે ભરૂચની એક લીકર પરમિટ શોપમાં દારૂ અને બીયરની ડિમાન્ડ હોવાથી વડોદરાની રીવાઇવલ લોર્ડસ ઇન હોટલમાંથી ટ્રાન્સફર પરમિટના આધરે પરમિટ વાળો દારૂ ત્યાં મોકલવામાં આવી રહ્યો છે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.