વડોદરામાં આવેલી વિશ્વ પ્રસિદ્ધ MS યુનિવર્સિટીમાં ચાલુ કલાસ દરમિયાન પંખો તૂટી પડી સુપર વાઇઝરના માથા ઉપર પડતા સુપરવાઈઝર બેભાન થઈ ગયા હતા જેઓને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં રૂમ નં-18માં ચાલુ પરીક્ષાએ પરીક્ષા ખંડમાં પંખો તૂટીને નીચે પડતા સુપરવાઇઝર ઇજાગ્રસ્ત થયા હોવાની ઘટના બની છે.
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં આર્ટ્સ ફેકલ્ટીમાં આજે કોમર્સની પરીક્ષા ચાલી રહી હતી, તે દરમિયાન પીએચડી સ્ટુડન્ટ ગીરીશ બામણીયારૂમ નંબર 18માં સુપરવિઝન કરી રહ્યા હતા, તે દરમિયાન પરીક્ષા ખંડમાં ચાલુ પંખો અચાનક છત પરથી તૂટી સુપરવાઇઝર ગીરીશ બામણીયા પર પડતા તેઓ બેભાન થઈ ગયા હતા અને તેમને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. એમ.એસ.યુનિવર્સિટીમાં અગાઉ પણ પંખો તૂટવાની ઘટનાઓ બની ચુકી છે અને વારંવાર આવી ઘટના બનતા હવે ફેકલ્ટીના ક્લાસ રૂમમાં પણ હેલ્મેટ પહેરીને બેસવુ પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ મેનેજમેન્ટ મેઇન્ટેનન્સ પર ધ્યાન આપતું નહી હોવાની વિધાર્થીઓમાં ફરિયાદ ઉઠવા પામી છે.જેનો ભોગ વિદ્યાર્થીઓ બની રહ્યા છે ત્યારે ડીને મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટની એક મીટીંગ બોલાવી તાત્કાલિક પગલાં ભરવા માંગ ઉઠવા પામી છે.