વડોદરાનાં કુખ્યાત બુટલેગર અને માથાભારે ઇસમ ગણાતા અલ્પૂ સિંધીને હરિયાણાના ગુડગાંવથી પોલીસે ઝડપી લીધો છે,વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે ચાર દિવસથી હરિયાણામાં વોચ ગોઠવી હતી જેમાં અલ્પુ સિંધીને ઝડપી લેવામાં સફળતા મળી છે.
ક્રાઈમ બ્રાન્ચની ટીમ ટેકનિકલ સર્વેલાન્સથી ગુડગાંવના એક મકાન સુધી પહોંચી હતી અને અલ્પુ મકાનમાં હોવાની ખાત્રી થતા પોલીસની ટીમે બારણું ખખડાવતા અલ્પુએજ બારણું ખોલતા પોલીસે તેને ઝડપી લીધો હતો.
અલ્પુની તપાસ દરમિયાન તેની પાસેથી કેટલીક વાંધાજનક વસ્તુઓ મળી આવી છે ઉપરાંત તેના મોબાઈલમાંથી હની ટ્રેપ અંગે ના પુરાવા પણ મળ્યા છે મોડીરાત્રે 10.30 વાગે બુટલેગર અલ્પુને લઇને ક્રાઇમ બ્રાન્ચની ટીમ હરિયાણાથી વડોદરા આવવા નીકળી ગઈ છે, નોંધનીય છે કે અલ્પુ સિંધી આ રીતે બીજી વખત ગુડગાંવથી ઝડપાયો છે.
લાંબા સમયથી વોન્ટેડ રહી જુદા જુદા ગુનાઓને અંજામ આપનાર અલ્પુ સિંધીને ઝડપી પાડવા ક્રાઈમ બ્રાન્ચની ટીમે ચાર દિવસથી હરિયાણામાં ધામા નાખ્યા હતા.
વડોદરામાં ગોત્રી રેપકાંડમાં પણ ફરિયાદી યુવતીને માર મારી ધમકી આપી ફરિયાદ કરાવી હોવાની વાત સામે આવી હતી.
અગાઉ ક્રાઈમ બ્રાન્ચ તેને ગુડગાંવથી ઝડપી લાવી હતી અને પેરોલ મેળવ્યા બાદ ફરાર થઈ ગયો હતો.
ત્યારબાદ તેણે બુટલેગર હરિ સિંધી અને તેના પુત્રને અલ્પુએ નગ્ન કરી માર માર્યો હતો.
અલ્પુ સિંધી લાંબા સમયથી ફરાર હતો અને ગોત્રી રેપ કાંડમાં એને ઝડપી પાડયા બાદ જેલમાંથી પેરોલ મેળવી એ ફરાર હતો રેપ કેસમાં એની ભૂમિકા અને આટલા સમય ક્યાં સંતાયો એની પૂછપરછ થશે.
દારૂ સહિત ડ્રગના વેપલા માટે ગુડગાંવ માં રહી અલ્પુ એ બિશ્નોઇ ગેંગ સાથે હાથ મીલાવ્યાની ચર્ચા ચાલી રહી છે તે અંગે પણ તપાસ થશે.