હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં બે દિવસ વરસાદની કરેલી આગાહી વચ્ચે અમદાવાદમાં વરસાદી માહોલ સર્જાયા બાદ સાંજના અરસામાં વડોદરામાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી પરિણામે છેલ્લા ઘણાજ સમયથી ગરમીથી પરેશાન બનેલા લોકોમાં રાહત થઈ હતી.
મહત્વનું છે કે ગુજરાતમાં મિની વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી થઈ હતી અને ભારે પવનને કારણે રાજ્યના માછીમારોને 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
આવા સમયે વડોદરામાં વરસાદ પડતાં રાતભર ઠંડા પવનો ફૂંકાયા હતા પરિણામે જે લોકોના ઘરોમાં એસી ન હતા તેવા અનેક પરિવારોએ કુદરતી એસી નો અનુભવ કર્યો હતો અને મીઠી નીંદર માણી હતી.
જોકે,હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં 15થી 30 જૂન વચ્ચે ચોમાસું શરૂ થવાની સંભાવના છે. 22 જૂન આસપાસ વિધિવત ચોમાસાનો ગુજરાતમાં પ્રારંભ થશે.