વડોદરા શહેર જિલ્લો કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો મક્કમતાથી સામનો કરવા માટે સજ્જ બન્યો છે. વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ વધતા કેસોની સંખ્યામાં વધારો થયો છે. એવા સમયે વડોદરા જિલ્લા પ્રશાસને કોરોના સંક્રમણને અટકાવવા ત્વરિત અને અસરકારક પગલાં લીધા છે. કોરોના ગ્રસ્તોને અસરકારક આરોગ્ય સુવિધાઓ મળી રહે તે માટે પ્રભારી અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમારના અસરકારક માર્ગદર્શન હેઠળ પ્રભારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવ, મ્યુનિ.કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ, જિલ્લા કલેકટરશ્રી આર.બી.બારડ, જિલ્લા વિકાસ અધિકારી ડો.રાજેન્દ્ર પટેલ દ્વારા સરકારી અને ખાનગી હોસ્પિટલોને કોવિડ ડેઝિગનેટેડ હોસ્પિટલો તરીકે જાહેર કરી કોરોનાના નિર્ધારિત પ્રોટોકોલ મુજબ દર્દીઓને સારવાર મળી રહે તે માટે ઉચિત વ્યવસ્થા કરવામાં આવી છે.
જિલ્લામાં બેડ, વેન્ટિલેટર અને ઓકસીજન સહિતના બેડની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. કોરોનાના દર્દીઓને સુદ્રઢ આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.

આ ઉપરાંત કોરોનાના સામન્ય લક્ષણો ધરાવતા અને જેઓને ઘરે હોમ આઇસોલેશનની વ્યવસ્થા ન હોય તેવા દર્દીઓ માટે જિલ્લા પ્રશાસન દ્વારા કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. આ સેન્ટરમાં દર્દીઓને વિના મૂલ્યે દવા, ચા, નાસ્તો તેમજ ભોજનની સુવિધા પૂરી પાડવાનું આગોતરી વ્યવસ્થા કરવામાં આવી છે.
વડોદરા શહેર જિલ્લામાં કોરોના સામે લડવા ટેસ્ટીગ, ટ્રેસીગ અને ટ્રીટમેન્ટનો ત્રિસ્તરીય વ્યૂહ અપનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત શહેર અને જિલ્લામાં સંજીવની અને ધન્વંતરી રથોના માધ્યમથી ઘર સારવાર લેતા દર્દીઓને દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં આયુષ દ્વારા આર્યુવેદિક દવાઓનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. કોરોના ટેસ્ટીગ માટે શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે શહેરમાં રાત્રિ કરફયૂ સહિત પ્રતિબંધક હુકમો કરવામાં આવ્યા છે.
કોરોનાની ત્રીજી લહેરથી બચવા રસી રામબાણ ઈલાજ છે ત્યારે જિલ્લામાં મહત્તમ નાગરિકો રસી મુકાવે તે જરૂરી છે. શહેર જિલ્લામાં આરોગ્ય કર્મીઓ, અગ્રીમ હરોળના કોરોના વોરિયર, ૪૫ + તેમજ ૬૦ વર્ષથી વય ધરાવતા નાગરિકોનું રસીકરણ ઝુંબેશ તરીકે હાથ ધરવામાં આવ્યું છે.
વડોદરા શહેર જિલ્લામાં કોરોનાના દર્દીઓને જરૂરી ઓક્સિજન, દવાનો જથ્થો પણ પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે સુચારૂ વ્યવસ્થા કરવામાં આવી છે.
વડોદરા જિલ્લામાં કોવીડ ૧૯ ત્રીજા વેવની તૈયારી અન્વયે જિલ્લામાં સરકારી હોસ્પીટલ ૨૦ અને પ્રાઈવેટ હોસ્પીટલ ૩૮ સહિત કુલ ૫૮ હોસ્પીટલમાં કુલ ૫,૪૫૭ બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. જેમાં સરકારી હોસ્પીટલમાં ૧,૮૨૬ અને પ્રાઈવેટ હોસ્પીટલ ૩,૬૩૧ બેડની તૈયારી કરી છે. જેમાં ICU વેન્ટીલેટર સાથેનાં બેડ ૨૪૪, ICU વેન્ટીલેટર વગર બેડ ૪૬૮, ઓક્સીજન બેડ ૨,૧૩૭ અને આઇસોલેશન બેડ ૨,૬૦૮નો સમાવેશ કરવામાં આવ્યો છે.

વડોદરા જિલ્લામાં કોવીડ-૧૯ ત્રીજા વેવની તૈયારીના ભાગરૂપે ૧૬ ધન્વંતરી રથ શરૂ કરવામાં આવ્યા છે અને આગામી સમયમાં વધુ ૧૬ ધનવંતરી રથ ચાલુ કરવામાં આવશે. તેમજ આવનારા દિવસોમાં જરૂર પડશે તો બીજા ૩૨ ધનવંતરી રથ ચાલું કરવામાં આવશે. આ ધનવંતરી રથમાં RBSK આયુષ તબીબ દ્વારા ગામમાં OPD સેવાઓ, RTPCR ટેસ્ટીંગ સેવાઓ, હોમ આઇસોલેશન રાખવામાં આવેલ પોઝીટીવ દર્દીઓની ગૃહ મુલાકાત લેશે તેમજ ગંભીર દર્દીઓને રેફરલ સુવિધા પણ પુરી પાડશે.
વડોદરા જિલ્લામાં કોવીડ-૧૯ ત્રીજા વેવની તૈયારી અન્વયે જિલ્લાનાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કોવીડ દર્દીઓને ઓક્સીજનની અછત ઊભી ન થાય તે માટે ૯ PSA plant કાર્યરત કરવામાં આવ્યા છે. સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કુલ ૪૧૮ બેડ (૩૦૬ O2 bed + ૧૧૨ Non O2 bed ) તૈયાર કરવામાં આવ્યા છે, સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઓક્સીજન બેડ માટે ૨૦૦ જંબો સીલીન્ડર અને ૮૧ ઓક્સીજન કોન્સન્ટ્રેટર આપવામાં આવ્યા છે .

વડોદરા જિલ્લામાં કોવીડ-૧૯ ત્રીજા વેવની તૈયારી અન્વયે જિલ્લામાં ૧૦ કોવીડ કેર સેન્ટર કાર્યરત કરવામાં આવનાર છે , જેમા કુલ ૧,૪૦૮ બેડ ( ૧૨૫ O2 bed + ૧૨૮૩ Non O2 bed ) ની વ્યવસ્થા કરી છે. આ કોવીડ કેર સેન્ટરમાં દર્દીઓની ઓક્સીજન ફેસીલીટી માટે ઓક્સીજન કોન્સન્ટ્રેટર અને ઓક્સીજન સીલીન્ડર ઉપલબ્ધ રહેશે તેમજ 24 * 7 મેડીકલ સ્ટાફ ઉપલબ્ધ રહેશે .
વડોદરા જિલ્લામાં કોવીડ-૧૯ ત્રીજા વેવની તૈયારી અન્વયે જિલ્લાની કોવીડ હોસ્પીટલમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટર, ફિજીશ્યન, મેડીકલ ઓફીસર, સ્ટાફ નર્સ, લેબોરેટરી ટેકનીશયન