વડોદરામાં દીપક નાઇટ્રેટ કંપનીમાં મોડી રાત્રે આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ નંદેસરી ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી.
વિગતો મુજબ કંપનીમાં સોડિયમ નાઇટ્રેટ કેમિકલ બનાવવા કાચો માલ કોસ્ટિક લાઈવ તેમજ એમોનિયા કેમિકલનો સંગ્રહ રાખવામાં આવે છે.
અગાઉ મકાનોને તિરાડો પડી હતી
આગ ચોક્કસ કયા કારણોસર લાગી હતી, તે અંગેનું રહસ્ય હજુ અકબંધ છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ પ્રચંડ ધડાકા સાથે આગનો બનાવ બની ચુક્યો છે જેના કારણે આસપાસમાં આવેલા દામાપુરા, રઢીયાપુરા સહિત અન્ય ગામોમાં મકાનોની દિવાલોમાં તિરાડો અને બારી દરવાજાઓને નુકસાન પહોંચ્યું હતું ત્યારે ફરી એક વખત આગની ઘટના ઘટતા ગ્રામજનોમાં ગભરાટ ફેલાયો છે.