સુરત ખાતે આગામી દિવસોમાં મેયર કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હોય વડોદરામાં પ્રેકિટસ દરમ્યાન ભાજપના કોર્પોરેટરે શોટ ફટકારતા બોલ મેયરના મોઢા પર વાગ્તા તેઓને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેઓને 6 ટાંકા આવ્યા હોવાનુ જાણવા મળ્યુ છે.
આજે રવિવારે સવારે વડોદરાના રિલાયન્સ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે શહેરના મેયર અને કાઉન્સિલરો ક્રિકેટની પ્રેકિટસ માટે ભેગા થયા હતાં. દરમિયાન ભાજપના કોર્પોરેટર શ્રીરંગ આયરે બેટિંગ કરી રહ્યા હતા અને મેયર કેયુર રોકડિયા બોલિંગ કરી રહ્યા હતા. બેટિંગ કરી રહેલા શ્રીરંગ આયરેએ મેયરની બોલિંગ પર જબરજસ્ત શોટ ફટકારી દેતા બોલ સીધો મેયર કેયુર રોકડિયાના મોઢા પર વાગતા મેયર ત્યાં જ ઢળી પડ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં તેમને ભાઇલાલ અમીન હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમને મોઢા પર છ ટાંકા આવ્યા હોવાની વિગતો જાણવા મળી છે. આ ઘટનાને લઈ મનપા વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઇ છે.