વડોદરામાં ભારે વરસાદની સ્થિતિ યથાવત છે અને કેટલીક ભોંય તળિયે આવેલી દુકાનો-ઓફિસોમાં 3થી 4 ફૂટ સુધીના પાણી ભરાઈ જતા વેપારીઓ કફોડી હાલતમાં મુકાયા છે.
બેઝમેન્ટની દુકાનોમાં ભરાયેલા પાણીના પગલે વેપારીઓના માલ સામાનને ભારે નુકસાન પહોંચ્યું હતું.
સયાજી ગંજમાં આવેલા ફોનિક્સ કોમ્પ્લેક્સની 45 દુકાનો પાણીમાં ગરક થઇ જતા નુકસાન થયુ છે.
શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલી ફોનિક્સ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા 50 જેટલી દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓ ચિંતામાં મુકાયા છે.
વેપારીઓ દ્વારા પાણીની મોટર મૂકીને પાણીનો નિકાલ કરવાની કામગીરી શરૂ કરી દીધી હતી. વેપારીઓએ પાલિકા તંત્ર સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પાલિકા દ્વારા કોમર્શિયલ ટેક્સ વસુલ કરવામાં આવે છે, પરંતુ તેની સામે કોઈ પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવતી નથી.