વડોદરાના પંડ્યા બ્રિજ પાસે એક બેકાબુ બનેલી કાર નજીકમાં દીવાલ સાથે અથડાતા કમ્પાઉન્ડ વોલ ધરાશાયી થઈ ગઈ હતી અને કારના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ઘટનામાં 24 વર્ષના યુવાન કારચાલકનું મોત નીપજ્યું છે.
જોરદાર અવાજ સાંભળી મધરાત્રે રોડ ઉપર ફરી રહેલા લોકો દોડી આવ્યા હતા અને કારમાંથી બંનેને બહાર કાઢી ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં કારચાલક ગુંજન સ્વામી નામના 24 વર્ષના યુવાન નું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
મધરાત્રે 2 વાગ્યાના સુમારે બનેલી આ ઘટના અંગે મળેલી માહિતી મુજબ શહેરના હરણી એરપોર્ટ સામે આવેલી F-9 ગોકુલ રહેતો 24 વર્ષીય ગુંજન જિજ્ઞેશભાઇ સ્વામી તેના બાજુમાં રહેતા અર્જુનસિંહ મહેન્દ્રસિંહ ઠાકુર સાથે કાર લઈને પંડ્યા બ્રિજ તરફથી પૂરઝડપે નીકળ્યા હતા તે દરમિયાન કાર ચલાવી રહેલા ગુંજને સ્ટેયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર પંડ્યા બ્રિજ પાસે આવેલ ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીની કમ્પાઉન્ડ સાથે અથડાતા દીવાલ તૂટી પડી હતી.
આ અકસ્માતમાં ગુંજનનું મોત નીપજતાં તેની સોસાયટીમાં ગમગીની ફેલાઈ ગઈ હતી.
આ બનાવ અંગે ફતેહગંજ પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.