વડોદરાના પાદરામાં ઝંડાબજારમાં રહેતા 26 વર્ષીય પરિણીત સાહિલ સલીમ વ્હોરા નામના યુવકે વિકી નામ ધારણ કરી સગીર છોકરીને પ્રેમજાળમાં ફસાવી તેને લગ્ન કરવાની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હોવા અંગે પોલીસ ફરિયાદ થતા સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે 10 માસ પહેલાં પાદરામાંથી જ્યારે સગીરા પસાર થઈ રહી હતી તે સમયે મુસ્લિમ સમાજનો તહેવાર હોય ત્યારે હિન્દૂ બનીને વિકી નામ ધારણ કરી લગ્નની લાલચ આપીને અવારનવાર દુષ્કાર્મ આચારનાર સાહિલને મુસ્લિમ પોશાકમાં જોતાં સગીરા ચોકી ઊઠી હતી અને સાહિલને ફોન કરીને જણાવ્યું કે “તું મુસ્લિમ છે ને ? ત્યારે સાહિલે જણાવ્યું હતું કે તને હવે ખબર પડી જ ગઈ છે તો શા માટે પૂછે છે” ત્યારે મિતલે સાહિલને કહ્યુંકે, “આજ પછી આપણા બંને વચ્ચેના પ્રેમ સંબંધ રહેશે નહીં, તું તારા રસ્તે અને હું મારા રસ્તે.
મને હેરાન કરીશ નહીં, મારી સાથે વાત કરીશ નહીં.”
જોકે ત્યારબાદ પણ સાહિલે સગીરાને પોતે પરિણીત અને બાળકોનો પિતા હોવાનું જણાવી જો તું મારી સાથે પ્રેમસંબંધ નહીં રાખે તો હું તને જાનથી મારી નાખીશ તેમ જણાવી છેલ્લી વખત મળવાના નામે બોલાવી દરાપુરા ગામ પાસેથી પસાર થઈ રહેલા નવીન હાઈવે પાસે લઈ જઈ માર માર્યો હતો અને સબંધ રાખવા દબાણ કરી મારી નાખવાની ધમકી આપતા સાહિલની ધમકીથી ગભરાયેલી સગીરાએ આ વાત પોતાની વિધવા માતા અને ભાઈને જણાવતા આખરે પાદરા પોલીસ મથકમાં સાહિલ સલીમ વ્હોરા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે સાહિલ વ્હોરા સામે દુષ્કર્મ અને પોક્સો હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.