વડોદરાના વરણામા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી હોટલ પર ગેરકાયદે ગન રાખી નોકરી કરતા સિક્યોરિટી ગાર્ડને SOGએ ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વિગતો મુજબ વડોદરા નેશનલ હાઇવે પર આવેલી હોટલ હાઇવે ઇટ્સમાં ગાર્ડ તરીકે નોકરી કરતા મૂળ ઉત્તર પ્રદેશના શિકોહા તાલુકાના નગલા જોરનો રહેવાસી પુરનસિંહ યાદવ ગેરકાયદે રીતે ગન રાખી નોકરી કરતો હોવાની મળેલી બાતમીના આધારે SOGની ટીમે સ્થળ ઉપર જઈ તપાસ કરતા તેની પાસેથી ડબલ બેરલ બાર બોરની ગન તથા 9 નંગ કારતૂસ મળી આવ્યા હતા.
આરોપી પુરનસિંહ યાદવ પાસે આ હથિયારનું લાયન્સ માંગતા તેની પાસે ઉત્તરપ્રદેશ તથા રાજસ્થાનની હદમાં જ આ ગન વાપરવાનો પરવાનો હતો પણ ગુજરાતમાં આ હથિયાર લાવવાનો કોઇ પરવાનો ન હતો,જેથી SOG દ્વારા હાઇવે ઇટ્સ હોટેલમાં નોકરી કરતા ઉત્તરપ્રેદેશના રહેવાસી પુરનસિંહ યાદવની ધરપકડ કરી વરણામા પાલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.