વડોદરા શહેરમાં મકરપુરા GIDCમાં આવેલી શ્રી સાઈનાથ ઇલેક્ટ્રો પ્લાસ્ટર્સ ફેક્ટરીમાં આજે સવારે ભીષણ આગ લાગી હતી.આ આગના બનાવમાં ફેટરીમાં રહેતી એક વૃદ્ધા આગમા ભડથું થઇ ગઈ.આ બનાવની જાણ થતા જ ફાયર વિભાગની ટિમ ઘટના સ્થળે દોડી આવી અને પાણી ચલાવતા આગને કાબુમાં લીધી હતી.
વડોદરા મકરપુરા GIDCમાં આવેલી સાંઈનાથ ઇલેક્ટ્રો પ્લાસ્ટર્સ કંપનીમાં આજે વહેલી સવારે આગ લાગી હતી.આ આગએ કંપનીના ચારે બાજુ વિકરાળ સવરૂપ ધારણ કરી લીધું હતું.કંપનીમાં રહેતા 70 વર્ષના સંતુબેન પોતાનો બચાવ કરી શક્ય નહિ અને તે આગમાં લપેટાઈ જતા ભડથું થઇ ગયા હતા.
ફાયર બ્રિગેડમાંથી મળતી માહિતી મુજબ આગમાં બળી જતા સંતુબેન કંપનીમાં છેલ્લા 2 વર્ષથી રહેતા હતા.અને કંપનીની દેખભાળ રાખતા હતા અને આજે વહેલી સવારે આગ લાગતા તે ભડથું થઇ ગયા હતા.આગની બનાવની જાણ થતા જ માંજલપુર પોલીસનો કાફલો અને GEB ની ટિમ તુરંત જ દોડી આવી હતી. અને કાર્યવાહી હાથ ધરી છે.જણાય છે કે કંપીનીના માલિક બિપીનભાઈ પટેલ છે.
આગ શોર્ટ સર્કિટ અથવા ફટાકડા કારણે આગ લાગવાનો અનુમાન છે.
વહેલી સવારે આગ કેવી રીતે લાગી તેનું ચોક્કસ કારણ જણાય શક્યું નથી.પણ આ આગ શોર્ટ સર્કિટ અથવા ફટાકડાના કારણે લાગી હોય તે અનુમાન લગાવામાં આવ્યું છે.આ બનાવ અંગે માંજલપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરમાં છેલ્લા 2 દિવસમાં ફટાકડા અને શોર્ટ સર્કિટના કારણે નાના-મોટા 60 બનાવો ફાયર બ્રિગેડના ચોપડે નોંધાયા હતા.જેમાં એક વૃદ્ધાનું મોત નીપજ્યું હતું.આગના આ બનાવમાં મોટાભાગના બનાવ ફટાકડાના કારણે બન્યા હોવાનું કહેવાય છે.સયાજી ટાઉનશીપ રોડ મારુતિ નગર ફર્નિચરના ગોડાઉનમાં અને પાદરાની બાજુમાં ગર્લ સ્કૂલની બાજુમાં સ્ટેશન રોડ લાકડાના પીઠામાં આગ લાગી હતી.