અખંડ ફાર્મ હાઉસમાં ગત ગુરૂવારે મોડી રાતે પોલીસે રેડ કરી અહીંથી 132 પુરૂષો અને 137 મહિલાઓ સહિત 269 લોકોને પકડ્યા હતા. જોકે આ કેસમાં ઉદ્યોગપતિ અને આઇપીએલના પૂર્વ ચેરમેન ચિરાયૂ અમીન, એમનો પુત્ર અને પત્નિ મલ્લિકા તેમજ અન્ય ઘણી હસ્તીઓને લઇને આ કેસ ચર્ચાસ્પદ બન્યો હતો.
સુત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસે જ્યારે આ તમામ લોકોને પકડ્યા હતા અને ત્યારબાદ સરકારી વાહન અને લકઝરી બસ દ્વારા અહીંથી સયાજી હોસ્પિટલમાં લવાયા હતાં. જ્યાં એમના લોહીના નમુના લેવાયા હતા. ચિરાયૂ અમીનના પત્નિનું પણ અહીં સેમ્પલ લેવાયું હતું અને આ કાર્યવાહી દરમિયાન એમણે પોતાનું નામ મલ્લિકા ચિરાયૂ અમીન બોલી ઓળખ પણ આપી હતી.બહુચર્ચિત આ કેસની તપાસ કરી રહેલા પીઆઇ જિતેન્દ્ર પટેલને જ્યારે નામ ગાયબ થવા અંગે પુછાયો તો એમણે મને આ મામલે ખબર ન હોવાનો જવાબ આપ્યો હતો. જેને લઇને પણ પોલીસ કાર્યવાહી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે.ફરિયાદમાંથી નામ ગાયબ થવા અંગે વડોદરા ગ્રામ્ય ડીવાયએસપી ડી કે પરમારને પુછાતાં એમણે જણાવ્યું હતું કે, જો આવું હશે અને એમનું લોહી સેમ્પલ લેવાયું હશે અને જો નામ નહીં હોય તો આ અંગે ખરાઇ કરાશે અને યોગ્ય કાર્યવાહી કરાશે.