વડોદરા શહેરમાં વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપક શ્રીવાસ્તવના અપક્ષ ઉમેદવારી ફોર્મ સામે વોર્ડ નં-15ના BJP ઉમેદવાર આશિષ જોશીએ વાંધો ઉઠાવી ફોર્મ રદ કરવા માંગ ઉઠવા પામી છે. દિપક શ્રીવાસ્તવને 3 સંતાનના હોવાના મુદ્દે ફોર્મ રદ્દ કરવા માંગ કરી છે.
વડોદરા જિલ્લાના વાઘોડિયા બેઠકના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપક શ્રીવાસ્તવને ભાજપે ટિકિટ નહીં આપતા અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી, આજે ફોર્મ ચકાસણીના દિવસે વોર્ડ નં-15ના ભાજપના ઉમેદવાર આશિષ જોશીએ દિપક શ્રીવાસ્તવની ઉમેદવારી સામે વાંધો ઉઠાવ્યો છે અને દિપક શ્રીવાસ્તવે એફિડેવિટમાં બે સંતાનનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ, તેઓને 3 સંતાનના હોવાના મુદ્દે ફોર્મ રદ્દ કરવા માંગ કરી છે અને આ અંગેના પુરાવા પણ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરતા હવે ચૂંટણી અધિકારી શુ પગલાં ભરે છે તે સામે સૌની મીટ મંડાઈ છે.
Saturday, May 18