વડોદરામાં વોર્ડ નં-15 માં અપક્ષ ઉમેદવારી કરનાર દિપક શ્રીવાસ્તવનું ફોર્મ 3 સંતાન હોવાના મુદ્દે ચૂંટણી અધિકારીએ રદ્દ કરતા હવે તેઓ ચૂંટણી નહીં લડી શકે.
આ અગાઉ વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપક શ્રીવાસ્તવના સામે વાંધા અરજીની સુનાવણી દરમિયાન તેના સાથીઓ એ વડોદરા જિલ્લા પંચાયતમાં ચૂંટણી અધિકારીની ઓફિસમાં તોડફોડ કરી હતી. આ ઘટનાને પગલે ડીસીપી ઝોન-3 ડો. કરણરાજસિંહ વાઘેલા અને એસીપી મેઘા તેવાર સ્ટાફ સાથે ધસી ગયા હતા.
વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપક શ્રીવાસ્તવના ઉમેદવારી ફોર્મ સામે વોર્ડ નં-15ના BJP ઉમેદવાર આશિષ જોશીએ વાંધો ઉઠાવ્યો હતો અને દિપક શ્રીવાસ્તવને 3 સંતાનના હોવાના મુદ્દે ફોર્મ રદ્દ કરવા માંગ કરી હતી જે બાદ ચકાસણી દરમ્યાન દીપક શ્રીવાસ્તવ નું ફોર્મ રદ કરવામાં આવ્યુ હતુ.
આ અગાઉ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પ્રેસ ઉપર ગુસ્સે થઈ ગયા હતા અને પત્રકાર ને પતાવી દેવાની ધમકી આપી દીધી હતી,વડોદરામાં અપક્ષ ઉમેદવારી કરનાર વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દીપક શ્રીવાસ્તવને 3 સંતાન હોવાના આક્ષેપ સાથે ઉમેદવારી ફોર્મ રદ કરવા મામલે બબાલ થતા વિવાદ ઊભો થયો છે.અને મીડિયાકર્મીઓએ ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને પૂછતાં તેઓ ગુંડાગીરી પર ઊતરી આવ્યા હતા અને તેને ધમકી આપતાં કહ્યું હતું કે ‘હવે પૂછીશ તો તને પતાવી દઇશ, અહીં માણસને કહીને ઠોકાવી દઈશ.’
મારા પુત્રને 3 સંતાન છે, તમારી પર દાવો કરીશ અને કેસ કરીશ
હવે પછી બોલશો કે મારા પુત્રને 3 સંતાન છે, તમારી પર દાવો કરીશ અને કેસ કરીશ. 3 સંતાન નથી, બે જ છે, પહેલાં જ્યારે ચૂંટણી જીત્યો ત્યારે એક સંતાન હતું, હવે બે છે, 3 સંતાન છે જ નહીં, તમારી પાસે પ્રૂફ હોય તો લાવો. બાકી વાત કરતાં પહેલાં વિચાર કરજો. જે દાવો કરે છે તેની સામે પણ કેસ કરીશ અને કોર્ટમાં ખેંચી જઇશ. અપક્ષમાં ફોર્મ ભર્યું છે. ચૂંટણી અધિકારી એનો નિર્ણય કરશે. 3 નહીં, વાઘોડિયા મત વિસ્તારમાં ટોટલ 47 હજાર છોકરાઓ છે તેમના. હવે કંઇ કહેવું છે , આમ એલફેલ બોલી ને લવારા કરનાર ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પોતાનો ગુસ્સો મીડિયા ઉપર કાઢી મીડિયા ને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો હતો પણ પ્રેસ ની તાકાત ને નેતાઓ ગમે તેટલા ધમપછાડા કરે તો પણ દબાવી શકતા નથી અને જે ઘટના બને છે તે બિન્દાસ લખશે તેમાં કોઈ શંકા ને સ્થાન નથી.