વડોદરા માં રિક્ષાચાલકો દ્વારા મહારાષ્ટ્રિયન યુવતી ઉપર થયેલા ગેંગરેપ ના બનાવ ની હજુ શાહી સુકાઈ નથી ત્યાંજ મકરપુરા વિસ્તાર માં 13 વર્ષ ની બાળા ઉપર પાશવી બળાત્કાર ગુજારી 2 યુવાનો ભાગી છૂટતાં ભારે ચકચાર મચી ગઇ છે.
વિગતો મુજબ મકરપુરા એસ ટી ડેપો પાછળ આવેલ શિવશક્તિ નગર માં રહેતા એક પરિવાર ની 13 વર્ષ ની બાળા પોતાના મકાન ના ધાબા ઉપર ની ઓરડી માં સ્કૂલ નું હોમવૉર્ક કરી રહી હતી તે દરમિયાન પાડોશ માં રહેતા 2 યુવાનો ઉપર આવી પહોંચ્યા હતા અને આ બાળા કાઈ વિચારે તે પહેલાં તેનું મોઢું દબાવી બંને એ પાશવી બળાત્કાર ગુજાર્યો હતો.
જોકે, અવાજ આવતા બાળા ની માતા ટેરેશ પર પહોંચી હતી ત્યાં સુધી માં આરોપીઓ ભાગી છૂટ્યા હતા. આ બાળા અહીં ની હિન્દી વિદ્યાલાય માં ધો.8 માં અભ્યાસ કરે છે.જ્યારે બળાત્કાર ગુજારનાર આરોપીઓ માં મનીષ પ્રતાપ યાદવ અને રાજેશ હરેન્દ્ર યાદવ હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટના અંગે પોલીસ ને જાણ કરાતા પોલીસે તપાસ શરૂ કરી છે. શહેર માં સતત આ પ્રકાર નો બીજૉ બનાવ બનતા ચકચાર મચી ગઇ છે.
,