શહેરના વાઘોડિયા ખાતે આવેલી પારૂલ યુનિ.ના ડિપ્લોમાં મિકેનીક્લ એન્જિનીયરીંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ગઈ કાલે બપોરેના સમયે પોતાના બેડરૂમમાં ગળે ફાંસો ખાઇ જીવાદરી ટુંકાવી લીધી હતી. બે બહેનો વચ્ચે એકના એક ભાઇને પંખા સાથે લટકતો જોઇ પરિવાર પર આભ ફાટી પડ્યું હતુ. જોકે આ અંગે મકરપુરા પોલીસે યુવકના મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવ અંગેની મળતી માહિતી અનુસાર, શહેરના દંતેશ્વર વિસ્તારમાં આવેલા દર્શનમ્ એન્ટીકા ડુપ્લેક્ષમાં રહેતા રાજેશભાઇ ઠક્કરને બે પુત્રી અને એક પુત્ર 18 વર્ષીય કિશન છે, જે પારૂલ યુનિ.માં ડિપ્લોમાં એન્જિનીયરીંગમાં અભ્યાસ કરતો હતો. જ્યાં આજે બપોરના સમયે રાજેશભાઇ તરસાલી વિસ્તારમાં આવેલા રવિપાર્ક ખાતે અનાજ કરીયાણાની દુકાને હતા અને પરિવારના અન્ય સભ્યો ઘરના નીચેના રૂમમાં હતા, તે સમયે સતત અભ્યાસની ચિંતામાં રહેતા કિશને પોતાના બેડરૂમના પંખાના હુંકમાં કપડા સુકવાની નાઇલોનની દોરીથી ગળીયો બનાવી ગળે ફાંસો આપઘાત કરી લીધો હતો. જોકે કિશનના આપઘાતની ખબર વાયુ વેગની જેમ સમગ્ર વિસ્તારમાં પ્રસરી જતા ભારે ચકચાર મચી જવા પામી હતી.
કિશનનુ આ પગલુ ભરવા પાછળનુ પ્રાથમિક કારણ તેના અભ્યાસની ચિંતા હોવાનું માનવામાં આવી રહ્યું છે. કિશન અભ્યાસમાં થોડો નબળો હતો અને તેને બે વખત ડિટેઇન પણ કરવામાં આવ્યો હતો, જેના કારણે તેનું એક વર્ષ પણ બગળ્યું હતુ. જેથી અભ્યાસને લઇને તે સતત ચિંતામાં રહેતો હતો, જેના કારણે તેણે આ પ્રકારનુ પગલુ ભર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે બનાવે પગલે મકરપુરા પોલીસને જાણ કરાતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. જ્યાં પોલીસે કાયદસરની કાર્યવાહી હાથ ધરી યુકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.