ગોત્રી દુષ્કર્મ કેસની તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચે સોમવારે મોડીસાંજે આરોપી રાજુ ભટ્ટને ભગાડવામાં મદદ કરવા બદલ સયાજીગંજની હાર્મની હોટલના તથા કુરિયર કંપનીના માલિક કાનજી મોકરીયા ની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે સયાજીગંજ ની હાર્મની હોટલના માલિક કાનજી ભાઈ અરજણભાઈ મોકરીયા,( રહે,અલકાપુરી સોસાયટી)ની ગોત્રી રૅપ કેસમાં ધરપકડ કરવામાં આવી છે.
મોડીરાત્રે પોલીસે જણાવ્યું હતું કે કાનજી મોકરીયા શરૂઆતથી છેવટ સુધી આરોપી રાજુ ભટ્ટ સાથે સંપર્કમાં હતો અને તે ફ્લેટમાં પણ ગયેલો હોવાનું બહાર આવ્યું છે કાનજી મોકરીયા પીડિતાને તેની હોટલમાં રાખી હતી અને જે દિવસે ગુનો નોંધાયો તે દિવસે રાજુ ભટ્ટ સાથે મિટિંગ કરીને તેને ભગાડવામાં મદદ કરી હતી જેથી તેની ધરપકડ કરાઇ છે.
હરિયાણાની 24 વર્ષીય યુવતી પર દુષ્કર્મ કરાયાની ફરિયાદ બાદ પાવાગઢ મંદીરના ટ્રસ્ટી રાજુ ભટ્ટ અને ચાર્ટડ એકાઉન્ટન્ટ અશોક જૈન ભાગતા ફરે છે. પોલીસે બંનેને શોધવા ત્રણ રાજયો ખુંદી રહી છે પરંતુ પતો મળતો નથી. આ કેસમાં સરકાર સીધુ મોનિટરિંગ કરી રહી હોવાથી પોલીસે ચોકસાઇ સાથે આગળ વધી રહી છે. દરમિયાન સોમવારે મોડી રાત્રે પોલીસે હોટલ હાર્મનીના માલિક કાનજી અરજણભાઇ મોકરિયા (રહે. અલકાપુરી સોસાયટી) ની ધરપકડ કરી હતી. ક્રાઇમ બ્રાંચમાં સોમવારે સાંજે તેજ બનેલી ગતિવિધીઓ વચ્ચે શહેર પોલીસ કમિશનર સમસેરસિંઘ ભદ્ર કચેરી સ્થિત ડીસીબી ઓફિસે પહોંચ્યા હતા.
ચકચારી દુષ્કર્મ કેસમાં કાનજી મોકરિયાનું નામ શરૂઆતથી જ આવતું હતું. પોલીસ સૂત્રો મુજબ આરોપી રાજુ ભટ્ટને ભગાડવામાં તેની ભૂમિકા રહી હતી. ફરિયાદ નોંધાયા બાદ તે સતત રાજુના સંપર્કમાં રહ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પીડિતા સાથે પણ તે છૈલ્લા દોઢ વર્ષથી સંપર્કમાં હતો અને પ્રણવ શુકલન઼ી ઓળખાણથી કાનજીએ યુવતીને હોટલમાં આશ્રય આપ્યો હતો. યુવતીના 2 બેંક ખાતામાં થયેલી લાખોની લેવડ દેવડમાં પોલીસે તપાસ કરતા એક બેંક ખાતામાં કાનજી મોકરિયાએ 5 હજાર ભરાવ્યા હોવાની એન્ટ્રી મળી આવી હતી. મોડી રાતે પોલીસે કાનજી મોકરિયાની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી હતી.
છેલ્લા 2 દિવસથી ક્રાઇમ બ્રાંચની ટીમો કાનજી મોકરિયાને ઓફિસમાં બોલાવી કલાકો સુધી પૂછપરછ કરી રહી હતી. કાનજી મોકરિયાના નિવેદનોમાં ખૂલેલા અન્ય નામો સુધી પોલીસ પહોંચી હતી. જેથી આ વ્યક્તિઓની પૂછતાછ કરી ક્રોસ વેરિફિકેશન કર્યંું હતું. જેમાં દુષ્કર્મ કેસમાં કાનજીની ભૂમિકા હોવાનું પ્રસ્થાપિત થતાં તેની ધરપકડ કરાઇ હતી. સોમવારે આખો દિવસ કાનજી મોકરિયા ક્રાઇમ બ્રાંચની ઓફિસમાં જ જોવા મળ્યો હતો. ગોત્રી દુષ્કર્મ કેસમાં કાનજી મોકરિયાની આઠ દિવસ બાદ પ્રથમ ધરપકડ થતાં કોર્પોરેટ જગતમાં ચર્ચાઓ શરૂ થઇ હતી. હવે કોનો વારો આવશે તેની ચર્ચાઓ પણ જામી હતી.
અલ્પુએ મોકલેલા લિસ્ટમાં કાનજીનું પણ નામ હતું
દુષ્કર્મ કેસમાં આક્ષેપો અને પ્રતિ આક્ષેપોના દોર શરૂ થયા હતા. જેમાં અશોક જૈનના વકીલે આરોપ લગાવ્યો હતો કે બૂટલેગર અલ્પુ સિંધીએ છ વ્યક્તિઓના નામનું લિસ્ટ અશોક જૈનને મોકલ્યું હતું. જે આ કેસમાં સંકળાયેલા હોવાનો આરોપ પણ લગાવ્યો હતો. આ લિસ્ટમાંહ કાનજી મોકરિયાનું પણ નામ હતું. જયારે અશોક જૈન અને તેના પુત્ર સહિત 4 જણાના નામોનો ઉલ્લેખ કરાયો હતો. કાનજી મોકરિયાએ પીડિતા સાથે કરેલા આર્થિક વ્યવહારની પણ તપાસ કરાઇ હતી, જેમાં કાનજી મોકરીયાએ પોલીસને જણાવ્યું હતું કે પ્રણવ શુકલએ તેમની હોટલમાં પિડીતાને રોકાવા માટે મોકલી હતી અને તેમણે પિડીતાને આર્થક સહિત તમામ મદદ કરી હતી.
કાનજી મોકરિયા-અશોક જૈન પાસે પ્રણવ શુકલે પીડિતાને મોકલી હતી
દુષ્કર્મ કેસ સાથે સંકળાયેલા લોકોની પૂછપરછમાં વારંવાર પ્રણવ શુકલનો ઉલ્લેખ આવતો હોવાથી બે દિવસ તેની પૂછપરછ કરાઇ હતી. જેમાં પીડિતાને કાનજી મોકરિયા અને અશોક જૈન પાસે પ્રણવ શુકલે મોકલી હોવાનું બહાર આવ્યું હતું. પ્રણવ શુકલએ જણાવ્યું હતું કે પિડીતા સાથે તેમનો સંપર્ક સોશિયલ મિડીયા મારફતે થયો હતો અને તેમાં તે વડોદરા રહેતી હોવાનું અને તે એકસપ્રેસ હોટલમાં રહેતી હોવાથી તથા ભાડુ ચુકવી શકે તેમ ના હોવાથી રૂમ ખાલી કરવો પડે તેમ હોવાનું જણાવ્યું હતું જેથી તેમની ઓળખાણ હાર્મની હોટલના કાનજી મોકરિયા સાથે હોવાથી ે પિડીતાને ત્યાં રોકાવા મોકલતાં ત્યાં 20 દિવસ રોકાઇ હતી. ત્યારબાદ તેનો સંપર્ક સુદ્ધા ન હતો.3 મહિના પહેલાં તેમની શોપ પર આવેલી પીડિતાએ નોકરીની જરુર હોવાનું કહી ફરી મદદ માંગતા તે વખતે તેઓ અશોક જૈનની ઓફિસમાં કારપેટનું કામ કરતા હોવાથી અશોક જૈન પાસે મોકલી હતી. ત્યાર પછી પણ તે પિડીતાને મળ્યા ન હતા.