દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદમાં રોડ ધોવાઈ જતા હવે વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે વલસાડ જિલ્લામાંથી પસાર થતાં મુંબઇ-અમદાવાદ નેશનલ હાઇવે નં. 48 પર ખાડાની ભરમાર છે.
પારડી ચાર રસ્તા ઓવરબ્રિજની નીચે તો માત્ર 30 મીટરના રોડમાં 150થી વધુ નાના મોટા ખાડા પડતા મુશ્કેલીઓ ઉભી થઇ છે
જ્યારે વાપી ટાઉનમાં ઠેરઠેર ખાડાઓ પડતાં આ મુદ્દે વાપી પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષ અને ભાજપના સભ્યોએ પ્રમુખ – COને ભીંસમાં લીધા હતા અને
રોડ બનાવતી એજન્સીના પેમેન્ટ રોકી અને બ્લેક લિસ્ટ કરવાની માગ ઉઠી હતી.
ભારે વરસાદમાં રોડ ધોવાઈ ચુક્યા છે. દાંડી હેરિટેજ હાઇવે, બારડોલી, વાંકાનેર તથા વાપી-શામળાજી સહિતના હાઇવેની હાલત પણ ખરાબ થઈ ગઈ છે.
વલસાડના ડુંગરી હાઇવે નં.48 થી બાયપાસ ડુંગરી લિંક રોડ ઉપર ઠેરઠેર ખાડાઓ પડ્યા છે.
વરસાદમાં મોટાભાગના રસ્તાં તુટી ગયા છે અને આ કારણે પ્રજાને અને વાહનચાલકોને ભારે હાલાકી પડી છે
અનેક રોડ તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા. ઠેર-ઠેર ખાડા પડી ગયા છે.